India Pakistan Ceasefire: શેરબજારનો સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટના ભારે ઉછાળા સાથે ઊંચો ખુલ્યો

by Investing A2Z

અમદાવાદ- ભારત પાકિસ્તાન (India Pakistan War 2025) વચ્ચેે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી ત્રણ દિવસના યુદ્ધ બાદ યુદ્ધ વિરામ જાહેર થયું છે. (India pakistan CeaseFire) જેને પગલે ભારતીય શેરબજાર (India Stock Market) આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું છે.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) શુક્રવારના બંધ 79,454ની સામે આજે સોમવારે સવારે 80,803ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે 1349 પોઈન્ટનો જંગી ઉછાળો દર્શાવે છે. હાલ સવારે 9.26 કલાકે સેન્સેક્સ 1868 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) શુક્રવારના બંધ 24,008ની સામે આજે સવારે 24,420ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે 412 પોઈન્ટનો ભારેખમ ઉછાળો દર્શાવે છે. હાલ સવારે 9.30 કલાકે નિફ્ટી 584 પોઈન્ટના ઉછાળા સાથે 24,592 પર ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટી (Bank Nifty) 1485(2.77 ટકા)ના ઉછાળા સાથે હાલ 55,080 પર ટ્રેડ કરી રહ્યો છે.

બજાર ઊંચા મથાળે ખુલતાની સાથે શેરોની જાતે-જાતમાં ઓલરાઉન્ડ લેવાલી નીકળી હતી. જેની પાછળ અનેક પોઝિટિવ કારણો હતા. (1) ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે. (2) અમેરિકા અને ચીન વચ્ચે જીનીવામાં ટ્રેડ ડીલ થવા મુદ્દે સમંતિ સંઘાઈ ગઈ છે. (3) રશિયા અને યુક્રેન વચ્ચે પણ હાલ યુદ્ધ વિરામ જાહેર થયું છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બન્ને વચ્ચે બેઠક યોજાશે અને ચર્ચા કરશે. આ તમામ પોઝિટિવ કારણોને કારણે ભારતીય શેરબજારમાં ભારેખમ ઉછાળો નોંધાયો છે.

ભારતીય શેરબજારમાં 15 એપ્રિલ પછી એફઆઈઆઈ સતત નેટ બાયર રહી છે. જે સૌથી મોટુ પોઝિટિવ ફેકટર છે. અને તેને કારણે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયું છે.

આજે સોમવારે બજાર ઊંચું ખુલતા એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. સવારે 9.30 વાગ્યે 2304 શેરના ભાવ વધ્યા હતા અને 167 શેરના ભાવ ઘટ્યા હતા.

28 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 11 શેર બાવન વીક લો પર હતા.

155 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી તો 20 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ અદાણી એન્ટરપ્રાઈઝ, જિઓ ફાયનાન્સ, ટ્રેન્ટ, શ્રી રામ ફાયનાન્સ અને એક્સિસ બેંક

સૌથી વધુ ગગડેલા શેરઃ સન ફાર્મા અને સિપ્લા

 

Related Posts

Leave a Comment