નવી દિલ્હી– ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયું તેના માત્ર ત્રણ કલાકમાં જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. (Pakistan violates ceasefire) ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ (Indian Foreign Secretary Vikram Misri) સત્તાવાર રીતે જણાવ્યું હતું કે પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે. અને પાકિસ્તાન તરફથી જે ડ્રોન એટેક (Pakistan Drone Attacks) થયો છે, તેનો ભારતીય સેના (Indian Army) તેનો યોગ્ય જવાબ આપી રહી છે. (Operation Sindoor)
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વધુમાં કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન તરફની કાર્યવાહી પર કડક નજર રાખી રહ્યું છે. અને પાકિસ્તાનના હૂમલાને રોકવા માટે ઉચિત કાર્યવાહી કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ પાકિસ્તાને જમ્મુ કશ્મીરથી લઈને રાજસ્થાન સુધી અને ગુજરાતમાં પાકિસ્તાનના ડ્રોનથી હૂમલા અને ગોળીબાર કર્યા છે. અને સીઝફાયર તોડ્યું હતું. પાકિસ્તાને પહેલા ભારતને સીઝફાયરની અપીલ કરી હતી, અને હવે તે સરહદી વિસ્તારોમાં હૂમલા કરી રહ્યું છે. પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમે પાકિસ્તાનના હૂમલાને નિષ્ફળ બનાવ્યા છે.

ગુજરાતમાં સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન
ગુજરાતના કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાનું ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન દેખાયા છે, હવે ત્યાં બ્લેકઆઉટ જાહેર કરાયો છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કચ્છના હરામીનાળા અને જખૌ પાસે 11 ડ્રોન દેખાયા હતા, તે તમામને તોડી પડાયા હતા. ગાંધીધામ પોલીસનું એનાઉન્સમેન્ટ છે કે કામ સિવાય કોઈ બહાર ન નીકળે અને વાહનોની લાઈટો બંધ રાખે. જામનગરમાં પણ બ્લેકઆઉટ કરાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
