ગુજરાતમાં ડ્રોન ઉડાડવા ને પ્રચંડ અવાજ કરતાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (Gujarat Police) મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, (India Pakistan War) હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા (Ban on flying drones in Gujarat) તેમજ આગામી 15 મે, 2025 સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા (Ban on bursting firecrackers in Gujarat) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી નોટિફિકેશન જાહેર કરવા જિલ્લા કલેકટર અને સંબંધિત પોલીસ કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણય અનુસંધાને તંત્રને યોગ્ય સહકાર આપવા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)  રાજ્યના નાગરિકોને અપીલ કરી છે. (Operation Sindoor)

પ્રચંડ અવાજ કરતા ફટાકડાથી લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થઈ શકે છે, જે હાલના સંજોગોમાં હિતાવહ નથી. આવા કૃત્યો રોકવા માટે તમામ પ્રકારના જોરદાર અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે જરૂરી નોટિફિકેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

આ સાથે, આગામી 96 કલાક (4 દિવસ) સુધી કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા UAV/ ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવી આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશનરો તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે.

હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી સારુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં માનવરહિત રીમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતાં ઉપકરણોના (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ઉડાવવા ઉપર કે તેના સંચાલન ઉપર પ્રતિબંધ મૂકવો ઉચિત જણાય છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related Posts

Leave a Comment