પાકિસ્તાનની તમામ મિસાઈલો તોડી પાડનાર મહાબલી S-400 Air Defence System અંગે જાણો…  

by Investing A2Z

અમદાવાદ– પાકિસ્તાને ભારતના 15 શહેરો પર અને તારીખ 8 મેની રાત્રે અનેક મિસાઈલ અને ડ્રોનથી હૂમલો કર્યો હતો. (India Pakistan War) પણ ભારતની એર ડિફેન્સ સીસ્ટમ એસ-400એ (S-400 Air Defence System) પાકિસ્તાનની તમામ હૂમલાનો નિષ્ફળ બનાવ્યા હતા. તો આવો જાણીએ એસ-400 એર ડિફેન્સ સીસ્ટમ અંગેની તમામ માહિતી જે આપ જાણવા માંગો છો.

ભારતનું સુદર્શન ચક્ર

એસ 400 એર ડિફેન્સ સીસ્ટમ (S-400 Air Defence Missile System) એક જ વખતમાં 72 મિસાઈલ છોડી શકે છે. જે ભારતનું સુદર્શન ચક્ર છે. પાકિસ્તનના તમામ મિસાઈલ હૂમલા ( Air Strike ) અને ડ્રોન એટેકને ( Drone Attack ) નિષ્ફળ બનાવી દીધા છે. ભારત છેલ્લા કેટલાય સમયથી પોતાની ડિફેન્સ સીસ્ટમને મજબૂત કરવામાં લાગેલું હતું. અને આજે ભારતે ડિફેન્સ પાછળ ખર્ચેલા નાણા વસુલ કરી દીધા છે. રશિયા ( Russia ) દ્વારા નિર્માણ થયેલ આ ડિફેન્સ સીસ્ટમની તાકાત શું છે, તેની વિગતવાર માહિતી આપીશું.

ભારતે સરહદવર્તી વસ્તારોમાં સીસ્ટમ મુકી છે

ભારતે વર્ષ 2018માં રશિયા સાથે એસ-400 પ્રણાલીના 5 સ્ક્વોડ્રન માટે અંદાજે રૂપિયા 35,000 કરોડના સોદા પર સહી કરી હતી. આ વાયુ રક્ષા પ્રણાલી ભારતના રણનીતિક સ્થાનોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને તેણે પાકિસ્તાન દ્વારા કરાયેલ ડ્રોન અને મિસાઈલ એટેકને હવામાં જ સંપૂર્ણપણે નાશ કરી દીધો છે. ભારતે દેશના અલગ અલગ હિસ્સોમાં આ સિસ્ટમને તહેનાત કરી હતી. જે ચીન અને પાકિસ્તાનની સરહદ પર મુકાઈ હતી. જે ખરાબ સમયમાં તેનો ઉપયોગ કરી શકાય.

દુનિયાની સૌથી સક્ષમ સીસ્ટમ

એસ-400 એર ડિફેન્સ સીસ્ટમને આવી રીતે સમજી શકાય છે. એ હથિયાર નથી પણ મહાબલી છે. તેની સામે કોઈપણ હૂમલો ફાવી શક્તો નથી. તે આકાશમાંથી આવતી મિસાઈલોને પલભરમાં રાખ બનાવી દે છે. એસ-400 મિસાઈલ સીસ્ટમને દુનિયાની સૌથી સક્ષમ મિસાઈલ પ્રણાલી મનાય છે. પાકિસ્તાન અને ચીન ભારત માટે હંમેશાથી પડકારરૂપ રહ્યા છે. ભારતના આ દેશો સાથે અગાઉ યુદ્ધ પણ થઈ ચુક્યા છે. શક્તિનું સંતુલન જાળવી રાખવા માટે આવી મિસાઈલ પ્રણાલી દેશની જરૂરિયાત છે.

આ સીસ્ટમને ગમે ત્યાં મુવ કરી શકાય

એસ-400 એક વખતમાં 72 મિસાઈલ છોડી શકે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે એર ડિફેન્સ સીસ્ટમને ક્યાંય પણ મુવ કરી હોય એટલે કે તેને સરળતાથી બીજા સ્થાન પર લઈ જઈ શકાય છે. કારણ કે તેને આઠ બાય આઠના ટ્રકમાં માઉન્ટ કરેલી હોય છે. એસ-400ને નાટો દ્વારા SA-21 Growler લોન્ગ રેન્જ ડિફેન્સ મિસાઈલ સીસ્ટમ પણ કહેવાય છે. માઈનસ 50 ડીગ્રીથી લઈને માઈનસ 70 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ તે કામ કરવામાં શક્તિમાન છે અને આ મિસાઈલને નષ્ટ કરવાનું દુશ્મન માટે બહુ જ મુશ્કેલ છે. કારણ કે તેની કોઈ ફિક્સ પોઝીશન હોતી નથી એટલે તેને સરળતાથી ડિટેક્ટ કરી શકાતી નથી.

40 હજાર ફુટ સુધી ઉડતા ટાર્ગેટને હિટ કરે છે

એસ-400 મિસાઈલ સીસ્ટમમાં એક નહી પરંતુ પુરી 4 પ્રકારની મિસાઈલો હોય છે. જેની રેન્જ 40, 100, 200 અને 400 કિલોમીટર સુધીની હોય છે. આ સીસ્ટમ 100થી લઈન 40 હજાર ફૂટ સુધી આકાશ ઉડતાં તમામ ટાર્ગેટને ઓળખીને તેને નષ્ટ કરી શકે છે. એસ-400 મિસાઈલ સીસ્ટમનું રડાર ખૂબ જ અત્યંત આધુનિક અને તાકાતવાળું હોય છે.

300 ટાર્ગેટ ટ્રેક કરી શકે છે

તેની તાકાત એવી પણ છે કે તેનું રડાર 600 કિલોમીટર સુધીની રેન્જમાં અંદાજે 300 ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. આ સીસ્ટમ મિસાઈલ એરક્રાફ્ટ અથવા તો ડ્રોનથી થયેલ કોઈપણ હવાઈ હૂમલાને નાકામ બનાવવામાં સક્ષમ છે. ઠંડા યુદ્ધ દરમિયાન રશિયા અને અમેરિકામાં હથિયારો બનાવવાની હોડ મચી છે. જ્યારે રશિયા અમેરિકા જેવી મિસાઈલ નથી બનાવું શક્યું તો રશિયાએ એર ડિફેન્સ સીસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. જે મિસાઈલોને તેના ટાર્ગેટ પર પહોંચતાં પહેલા જ હવામાં તેને ખતમ કરી નાંખે છે.

આ સીસ્ટમ ચીન અને તુર્કીને આપી છે

1967માં રશિયાએ એસ-200 પ્રણાલી વિકસીત કરી હતી, આ સીરીઝની પહેલી મિસાઈલ હતી. વર્ષ 1978માં એસ-300ને વિકસીત કરી હતી. 1990માં એસ-400ને વિકસીત કરી હતી. વર્ષ 1999માં તેનું ટેસ્ટિંગ શરૂ થયું હતું. તે પછી 28 એપ્રિલ, 2007ના રોજ રશિયાએ એસ-400 મિસાઈલ સીસ્ટમને તહેનાત કરી હતી, જે પછી માર્ચ 2014માં રશિયાએ ચીનને આ એડવાન્સ સીસ્ટમ ચીનને આપી હતી. 12 જુલાઈ, 2019માં તુર્કીને આ સીસ્ટમની પહેલી ડિલીવરી કરી હતી.

Related Posts

Leave a Comment