ઓપરેશન સિંદૂરને શેરબજારની તેજી સાથે સલામી

by Investing A2Z

અમદાવાદ- ભારતે મોડીરાતે પાકિસ્તાન અને પીઓકેના આતંકીઓના 9 કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી છે. જે પછી ભારતીય શેરબજાર નીચા મથાળે ખૂલ્યા હતા. પણ ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નીકળતાં શેરબજારે ઓપરેશન સિંદૂરને તેજી સાથે સલામી આપી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 105 પોઈન્ટ વધી 80,746 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 34 પોઈન્ટ વધી 24,414 બંધ થયો હતો. જો કે આજે પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. ભારતની એરસ્ટ્રાઈકનો વળતો જવાબ પાકિસ્તાન આપશે કે નહી… તેમજ આજે રાત્રે યુએસ ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

પાકિસ્તાન સ્ટોક માર્કેટનો કરાચી – કેએસઈ 100 ઈન્ડેક્સ 3500થી ( 3 ટકા) વધુ પોઈન્ટ તૂટ્યો હતો. ભારતની એરસ્ટ્રાઈકથી આખા પાકિસ્તાનમાં અફડાતફડીનો માહોલ હતો. તેવી જ રીતે પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં પણ ઓલરાઉન્ડ સેલીંગ પ્રેશર સાથે અફરાતફરી હતી.

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1772 શેરના ભાવ વધ્યા હતા તો 1049 શેરના ભાવ ઘટ્યા હતા.

26 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 95 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

આજે 43 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 118 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ તાતા મોટર, જિઓ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, શ્રી રામ ફાયનાન્સ અને ઈટરનલ લી. 

ટોપ લુઝર્સઃ એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, બજાજ ઓટો, આઈટીસી અને ગ્રાસિમ

Operation Sindoor saluted with a rally in the stock market

India carried out airstrikes on 9 terrorist camps in Pakistan and PoK late last night. After which the Indian stock market opened lower. But as new buying emerged in Indian stocks at a lower price, the stock market saluted Operation Sindoor with a rally. The Mumbai Stock Exchange’s Sensex rose 105 points to close at 80,746. The NSE Nifty Index rose 34 points to close at 24,414. However, today there was a huge crash in the Pakistan stock market. Will Pakistan respond to India’s airstrike or not… Also, the US Federal Reserve is scheduled to meet tonight. In this situation, what will be the market trend in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment