અમદાવાદ– પહેલગામ આતંકી હૂમલા પછીના પંદર દિવસ પછી ભારતે પાકિસ્તાન ( India Pakistan ) અને પીઓકેના ( POK ) આતંકવાદીઓના નવ કેમ્પ પર એરસ્ટ્રાઈ કરી છે. ( India’s airstrike on Pakistan ) આ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનમાં જબરદસ્ત ગભરાટનો માહોલ છે. ( Operation Sindoor ) ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેમણે પાકિસ્તાનમાં કયા કયા સ્થળો પર સ્ટ્રાઈક કરીને નિશાન તાક્યું છે. આ સમગ્ર માહિતી વાંચો…
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કર્યા પછી ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગ કર્યું હતું. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હૂમલો સ્પષ્ટરૂપે જમ્મુ કશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ હતો. વીતેલા વર્ષે સવા બે કરોડથી વધુ પર્યટકો કશ્મીર આવ્યા હતા. નિર્દોષ પર્યટકો પર હૂમલોએ રાષ્ટ્રમાં સાંપ્રદાયિક તોફાન ભડકાવવાનો હતો. પણ ભારત સરકાર અને દેશના નાગરિકોએ તેને મનસુબાને નિષ્ફળ બનાવ્યો છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વધુમાં કહ્યું હતું કે ભારતે સરહદ પાર હૂમલાઓનો જવાબ આપી દીધો છે. ભારતનું એક્શન જવાબદારી ભર્યું રહ્યું છે. અને કોઈને ઉશ્કેરવાનું નથી. ભારતની આ કાર્યવાહીને આ જ સંદર્ભમાં જોવું જોઈએ. પહલગામના આતંકી હૂમલા પછીના પંદર દિવસ પછી પણ પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ પગલા ભર્યા નથી. ઉલ્ટાનો ભારત પર આરોપ લગાવ્યો હતો. ભારત પર આગામી દિવસોમાં પણ હૂમલા થઈ શકે છે એટલે તેને અત્યારથી જવાબ આપવો જરૂરી હતો.
પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદીઓ માટે એક શરણ સ્થળ તરીકે પોતાની ઓળખ બનાવી ચુક્યું છે. પહેલગામના આતંકી હૂમલાની જવાબદારી લશ્કરના ટીઆરએફે લીધી છે. હૂમલાખોરોની ઓળખ પણ થઈ ગઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમાં પાકિસ્તાનનું કનેકશન રહ્યું છે.
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સવારે 10.30 વાગે પ્રેસ બ્રીફ્રિગ કર્યું હતું. અને ભારતે કરેલી એરસ્ટ્રાઈકની સમગ્ર જાણકારી આપી હતી.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે માસુમ પર્યટકો અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશિન સિંદૂર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દસકાથી ટેરર ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું હતું. જો પાકિસ્તાન અન પીઓકેમાં ફેલાયું હતું. તેમજ ભારતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણોને નિશાન બનાવ્યા નથી.

ભારતીય સેનાએ કહ્યું છે કે પાકિસ્તાન અને પીઓકેમાં મરકજ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકજ તૈયબા-મુરીકદે, સરજાલ-તેહરા કલાં, મહમૂના જોયા ફૈસેલિટી-સિયાલકોટ, મરકજ અહલે હદીસ બરનાલા, ભિમ્બર, મરકજ અબ્બાસ-કોટલી, મસ્કર સાહીલ શાહીદ- કોટલી, મુઝફ્ફરાબાદમાં સવાઈનાલા કૈમ અને મરકજ સૈયદના બિબાલને ટાર્ગેટ કરાયા છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે જે સ્થળો પર હૂવાઈ હૂમલા કરાયા છે જેમાં ચાર પાકિસ્તાન અને પાંચ પીઓકેમાં કરાયો છે.
ઓપરેશન સિદૂરની કાર્યવાહી ભારતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હિઝબૂલ મુજાહિદીન સાથે સંકળાયેલા સ્થળોને નિશાન બનાવ્યા છે.