અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. બેંક શેરો સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી સેકટોરલ ઈન્ડેક્સ પ્લસમાં બંધ રહ્યા હતા. એફઆઈઆઈ અને ડીઆઈઆઈની ખરીદી ચાલુ રહી છે. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 294 પોઈન્ટ વધી 80,796 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 114 પોઈન્ટ વધી 24,461 બંધ થયો હતો. મે મહિનામાં 20 કંપનીઓના શેરના લૉકઈન સમાપ્ત થશે અને આ શેરો બજારમાં આવશે તો શેરોની લીકવીડીટી વધશે. આગામી દિવસોમાં માર્કેટ કેવું રહેશે અને અન્ય મહત્વના સમાચાર માટે જૂઓ વીડિયો…
આજે સોમવારે બેંક નિફ્ટી 195 પોઈન્ટ ઘટી 54,919 બંધ થયો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજની ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. પરિણામે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા.
આજે 29 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા, જ્યારે 32 શેર બાવન વીકની લોની નીચે બંધ હતા.
94 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 66 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર- અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, શ્રી રામ ફાયનાન્સ અને બજાજ ફિન સર્વ
સૌથી વધુ ગગડેલા શેર- કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, એસબીઆઈ અને ટિટાન
Stock market bullish trend due to fresh buying
The stock market continued to rally on the first day of the week due to fresh buying. Sectoral indices closed in the plus zone due to fresh buying in stocks of all sectors except bank stocks. FII and DII buying continued. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 294 points to close at 80,796. The NSE Nifty index rose 114 points to close at 24,461. The lock-in of shares of 20 companies will end in May and if these shares come to the market, the liquidity of the shares will increase. How will the market be in the coming days and for other important news, watch the video…