મુંબઈ- હૉલીવુડ લેજેન્ડ્સ અને બોલીવુડ આઈકોન હમેશાં પોતાની લોકપ્રિયતા માટે જાણીતા હોય છે. પરંતુ આ એક્ટર્સ માટે એક્ટિંગ બસ એક શરૂઆત જ હોય છે. સારી રીતે બિઝનેસ કરીને તેમજ યોગ્ય આયોજન સાથે રોકાણની સાથે કેટલાય અભિનેતાઓએ એવા એમ્પાયર બનાવ્યા છે તે ફિલ્મના સેટ કરતાં પણ જોરદાર હોય છે. ટોપ એક્ટર્સની સેલરી કે ફી કરોડોમાં હોય છે. અને કેટલાય ઈનોવેટિવ પ્લાનિંગ કરીને પોતાની સંપત્તિને અનેક અનેક ગણી વધારે છે. ( Bollywood )
એસકવાયર રિચ લિસ્ટમાં ( Esquire’s Rich List ) સામેલ દુનિયાના ટોપ 10 એક્ટર્સના નામની યાદી જાહેર થઈ છે. આ યાદીમાં ભારતના એકમાત્ર એકટર-હીરો કિંગ ખાન શાહરૂખ ખાન (Shah rukh Khan) યાદીમાં કયા નંબર પર છે, તે જાણીશું અને તેમની નેટવર્થ કેટલી છે?
આ યાદીમાં જાહેર કરાયેલ એક્ટર ટોપ પર પહોંચવા માટે માત્ર તેમની પરફોર્મેન્સ ફી નથી. મોટાભાગના મામલમાં તેમની નેટ વર્થમાં એક્ટર્સ દ્વારા રિયલ એસ્ટેટ ડીલ્સ, બૂમિંગ બિઝનેસ વેન્ચર્સ અને શાનદાર મોંઘા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સામેલ છે.
એસક્વાયરએ તાજેતરમાં જ દુનિયાના ટોપ 10 સૌથી વધુ ધનવાન એક્ટર્સના નામની યાદી જાહેર કરી છે. ( Top 10 Richest Actors ) ખાસ વાત એ છે કે આ યાદીમાં ખૂબ જાણીતા ચહેરા સામેલ છે. જેમણે પોતાના સ્ટારડમને એક મોટા સામ્રાજ્યમાં બદલી નાંખ્યો છે.
ભારતના એકમાત્ર એક્ટર શાહરૂખ ખાન આ યાદીમાં સામેલ છે. બૉલીવુડના કિંગ ખાન વિશ્વના સૌથી અમીર અભિનેતાની યાદીમાં ચોથા નંબર પર છે. ભારતમાં તેમની લોકપ્રિયતા, બિઝનેસ રોકાણ અને દુનિયાભરમાં પોતાના ફેન્સ અને તેમની લોકપ્રિયતાના દમ પર શાહરૂખ ખાન કેટલાય જાણીતા હૉલીવુડના અભિનેતાઓથી વધારે ધનવાન છે.
શાહરૂખ ખાન ભારતના સૌથી વધુ ધનવાન અભિનેતા છે. જે વિશ્વના સૌથી રઈસ એક્ટર્સમાં તેઓ નંબર ચાર પર છે. એસક્વાયર રિચ લિસ્ટ અનુસાર શાહરૂખ ખાનની કુલ નેટ વર્થ 876.5 મિલિયન ડૉલર(74,18,15,90,473 રૂપિયા) છે.
ભારતના સૌથી મોટો મુવી સ્ટારે ગ્લોબલ રિચ લિસ્ટમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. વર્ષ 2023 માં શાહરૂખ ખાનની બોક્સ ઓફિસ પર બે મોટી હિટ પઠાન અને જવાન ફિલ્મ હતી. જેણે દુનિયાભરમાં કુલ 2,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે તેમના એમ્પાયરમાં અનેક પ્રોપર્ટી સામેલ છે. જેમાં રેડ ચિલીઝ એન્ટરટેઈન્ટમેન્ટ સ્ટુડિયો (Red Chillies Entertainment Studio) IPL ટીમ (Kolkata Knight Riders ) અને કેટલાય હાઈ વેલ્યૂ જાહેરાત અને અન્ય રોકાણો સામેલ છે.
વિશ્વના 10 સૌથી ધનિક એક્ટર્સની યાદી
1) અર્નોલ્ડ શ્ર્વાર્જનેગર ( Arnold Schwarzenegger )
2) ડ્વેન દ રોક જોનસન ( Dwayne the Rock Johnson )
3) ટોમ ક્રૂઝ ( Tom Cruise )
4) શાહરૂખ ખાન ( Shah Rukh Khan )
5) જોર્જ ક્લૂની ( George Clooney )
6) રોબર્ટ ડી નીરો ( Robert De Niro )
7) બ્રૈડ પિટ ( Brad Pitt )
8) જૈક નિકોલસન ( Jack Nicholson )
9) ટોમ હૈંક્સ ( Tom Hanks )
10) જૈકી ચૈન ( Jackie Chan )