2025ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની માંગમાં ઘટાડો થયોઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

by Investing A2Z

અમદાવાદ– સોનાચાંદી બજારમાં છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં સોનાનો ભાવ દસ ગ્રામે ઉછળીને 1,01,500ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. સોનાનો ભાવ વધુ ઊંચો હોવાથી આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની ડિમાન્ડ 7 ટકા ઘટી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રીપોર્ટ આવ્યો છે. જેમાં ઘણી બધી સરપ્રદ માહિતી આપવામાં આવી છે. જે સંપૂર્ણ માહિતી પર નજર નાંખીયે…

ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી માર્ચમાં સોનાની ડિમાન્ડમાં 7 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન અંદાજે 1206 ટન સોનાની ડિમાન્ડ રહી છે. આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટમાં નોંધાઈ છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુમાન મુજબ વર્ષ 2025માં ભારતમાં સોનાની માંગ 700થી 800 ટનની વચ્ચે રહી શકે છે.

વર્ષ 2025ની શરૂઆતમાં સોનાની કિમતોમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે. 10 ગ્રામની કિમત 1 લાખ રૂપિયા ઉપર નીકળી ગઈ હતી. તેની સીધી અસર લોકોની ખરીદશક્તિ પર પડી છે. જો કે સોનાના વધુ પડતાં ઊંચા ભાવોને કારણે સોનાચાંદી બજારમાં જ્વેલરીની ડિમાન્ડ ઘટી ગઈ છે.

અક્ષય તૃતીયાના શુભ દિવસે સોનામાં ઘરાકી ખૂબ જ ઓછી જોવા મળી હતી. લોકોએ એક ગ્રામ અથવા બે ગ્રામ ખરીદીને શુકન કરી લીધા હતા અને મુહૂર્તને વધાવી લીધું હતું. પણ લગ્નગાળો આવતો હોવાથી લગ્નવાળા પરિવારોને ઊંચા ભાવે પણ સોનાની ખરીદી કરવી પડી રહી છે. જો કે સોનાની માત્રા ઘટી છે. એટલે કે પાંચ તોલા લેતા હોય તો તે ચાર તોલા ખરીદીને સંતોષ માની રહ્યા છે. ગરીબ વર્ગ માટે સોનું ખરીદવું હવે સ્વપ્ન સમાન બની ગયું છે.

બીજી તરફ ફરજિયાતપણે સોનાની ખરીદી કરવી જ પડે તેવી હોય તેવા લોકો હવે 22 કેરેટના દાગીનાને બદલે 18 કેરેટના દાગીના ખરીદી રહ્યા છે. આ પણ એક સચ્ચાઈ છે.

રોકાણ તરીકે સોનાની ડિમાન્ડ વધી છે. હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 75 દેશો પર ટેરિફ લાદ્યો, તે પછી વિશ્વના દેશોમાં આર્થિક અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો. જેને કારણે સોનું એક સલામત રોકાણનું કામ કરી રહ્યું છે. તેની સીધી અસરરૂપે સોનાના બિસ્કિટ અને સિક્કાની માંગ વધી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ મુજબ વર્ષ 2025ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાના દાગીનાની માંગમાં ત્રિમાસિક ગાળાની સરખામણીએ 31 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષ 2020 પછી સૌથી ઓછી માંગ છે. તેમજ સોનાની દાગીનાની બનાવટ પણ ત્રિમાસિક ધોરણે 17 ટકા ઘટી છે.

ETF ના વધતા પ્રવાહથી સોનાની માંગમાં વધારો થયો છે કારણ કે ભાવે નવા રેકોર્ડ બનાવ્યા છે.

સોનાની કુલ માંગ વાર્ષિક ધોરણે 1 ટકા વધીને 1,206 ટન થઈ છે. અને ત્રિમાસિકગાળાની સરખામણી કરીએ તો 7 ટકા ઓછી માંગ રહી છે. જે 2016 પછીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે.

સોનાના ETFમાં રોકાણમાં તીવ્ર વધારો તેમજ સોનાના બાર અને સિક્કાની ખરીદીમાં વધારો થયો છે.

Q1 માં વૈશ્વિક ગોલ્ડ ETF માં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. 226 ટનની માંગ ત્રણ વર્ષ માટે સૌથી મજબૂત રહી હતી. પ્રથમ ત્રિમાસિકગાળામાં ગોલ્ડ ઈટીએફ રોકાણમાં 1114 ટકાનો વધારો નોંધાયો છે. વિશ્વભરના રોકાણકારોએ ટ્રેડ વોર, જીઓ પોલિટિકલ ટેન્શન અને શેર બજારની ઉથલપાથલના ભય સામે ટકવા માટે રોકાણકારોએ સોનું ખરીદ્યું છે.

ગ્લોબલી સેન્ટ્રલ બેંકોએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 244 ટન સોનું ખરીદ્યું છે. ત્રિમાસિકગાળાની સરખામણીએ 33 ટકા ઓછી ખરીદી છે અને વાર્ષિક ધોરણે 21 ઘટી છે. ખરીદીની ગતિ ધીમી ચોક્કસ પડી છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જોવા મળેલી ઊંચી ત્રિમાસિકગાળામાં સારી ખરીદી રહી છે.

ગોલ્ડ બાર અને સિક્કામાં રોકાણ 325 ટન પર ઊંચું રહ્યું છે. જે વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો 3 ટકા વધારે છે. સોનાના ભાવ વધુ વધ્યા હોવા છતાં રોકાણકારોને સોનાએ આકર્ષ્યા છે.

સોનાના દાગીનાના વપરાશમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો થયો છે. કારણ કે રેકોર્ડ ઊંચા ભાવે ખરીદશક્તિ પર નેગેટિવ અસર કરી છે. જ્યારે લગભગ દરેક બજારમાં ટનની માંગ ઓછી હતી, ત્યારે ચીન સિવાય દરેક દેશમાં માંગનું મૂલ્ય કિમતની દ્રષ્ટ્રિએ માપ વધ્યું છે.

સોનામાં ખાણ ઉત્પાદન 856 ટનના Q1માં રેકોર્ડ સુધી પહોંચ્યું હતું, જે 11 ત્રિમાસિકગાળાની સરખામણીએ 11 ટકાનો ઘટાડો દર્શાવે છે. કુલ સોનાનો પુરવઠો વાર્ષિક ધોરણે એક ટકા વધુ હતો. ગ્રાહકોએ ઊંચા ભાવની આશા રાખી હતી, જેથી રિસાયક્લિંગમાં એક ટકાનો ઘટાડો થયો છે.

આઉટલૂક

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે આઉટલૂક પણ જાહેર કર્યું છે. જે મુજબ આગામી નાણાકીય વર્ષ 2025માં આર્થિક અસ્થિરતાવાળું વાતાવરણ રહેશે. મધ્યમગાળા માટે મંદીનું જોખમ, જીઓ પોલિટિકલ ટેન્શનની વચ્ચે સોનામાં રોકાણનો પ્રવાહ ચાલુ રહેશે.

ઊંચા ભાવો અને ગ્રોથ ધીમો પડશે જેથી સોનાના દાગીનાની ડિમાન્ડમાં ઘટાડો રહેશે. તેમજ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો છેલ્લા ત્રણ વર્ષમાં જે ખરીદી કરી છે, તેની આસપાસની ખરીદી જાળવી રાખશે. ખાણ પુરવઠો 2024ના વર્ષના રેકોર્ડ લેવલની નજીક રહેશે. ઊંચા ભાવને કારણે રિસાયક્લિંગ વધી શકે છે.

Related Posts

Leave a Comment