તમે ખરીદેલ સોનાનો દાગીનો કેટલો શુદ્ધ છે તે ઘરે બેઠા જાણી શકો છો

by Investing A2Z

અમદાવાદ- અક્ષય તૃતીયાના ( Akshaya Tritiya 2025 )  શુભ દિવસે આપ સોનું ખરીદો છો. તેમજ લગ્નપ્રંસગ હોય કે પછી કોઈ શુભપ્રસંગ હોય ત્યારે સોનું ખરીદો છો, તમે ખરીદેલું સોનું કેટલું શુદ્ધ છે? તે તમે ઘરે બેઠા જ જાણી શકો છો. તો આવો જાણીએ તેની આખી પ્રોસેસ…

સોનાના ભાવ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. ( Gold Price Today ) તાજેતરમાં અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા એક લાખની સપાટી વટાવીને રૂપયા 1,01,500ની ટોચ બતાવી હતી. ( Gold Rate Today ) ઊંચા ભાવે સોનું કે દાગીના ખરીદ્યા પછી તે કેટલું શુદ્ધ છે, તે જાણવું પણ એટલું જ જરૂરી છે. અથવા તો દરેક વ્યક્તિ અસલી અને શુદ્ધ સોનું ખરીદવા ઈચ્છતો હોય છે. એટલા માટે સરકારે છેલ્લા બે વર્ષથી સોનાના દાગીના પર હૉલમાર્કિંગ ( Hallmarking on Gold) ફરજિયાત કરી દીધું છે.

હૉલમાર્કિંગ એક સત્તાવાર નિશાન છે. જે સોના જેવી કિમતી ધાતુઓની શુદ્ધતાની ગેરંટી આપે છે. આ યોજનાનો હેતું છે કે સોનું કે દાગીના બનાવનાર યોગ્ય રીતે કામ કરે છે કે નહી, અને તે લોકોને નકલી સોનું કે દાગીના બનાવીને વેચતો તો નથી ને, એટલા માટે ભારતમાં સોના અને ચાંદીમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.

ભારતમાં વેચાતાં સોનાના દાગીના પર છ અંકોનો એક યુનિક કોડ હૉલમાર્ક યુનિક આઈડેંટિફિકેશન (HUD) જરૂર હોવું જોઈએ. આ કામ ભારત સરકારની સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ્સ (BIS) કરે છે. તે સોનાની તપાસ કરે છે અને પછી હૉલમાર્ક આપે છે. સવાલ એ છે કે આ અસલી હૉલમાર્કને કેવી રીતે ઓળખવો. તેના માટે BIS એ એપલ એપ સ્ટોર ( Apple App Store ) અને ગુગલ પ્લે સ્ટોર ( Google Play Store ) પર BIS CARE નામની એક એપ બનાવી છે. તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. દાગીના પર છપાયેલ HUID નંબર એપમાં નાંખવાથી તુરંત ખબર પડશે કે દાગીનો અસલી છે કે નકલી…

દાગીના પર હૉલમાર્ક હોય છે. તેના પર સોનાની માત્રા લખેલી હોય છે. હૉલમાર્કની સાથે સાથે દાગીના પરથી ખબર પડે છે કે જ્વેલરનું નામ, શુદ્ધતા, હૉલમાર્કની તારીખ વિગેરે જાણકારી તમને આ BIS CARE એપ પરથી મળી જશે. બસ તમારે તમારા મોબાઈલમાં BIS CARE એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ પરથી બધી જ જાણકારી તમને મળી જશે.

તેનો ફાયદો

જો તમને જ્વેલરે દાગીનો નકલી આપ્યો છે તો તમે ફરિયાદ દાખલ કરી શકો છો. સાબિતી સાથે ફરિયાદ કરી શકો છો. તમારો મેઈલ અથવા એસએમએસ દ્વારા કન્ફર્મેશન મળશે.

BIS એપનો ઉપયોગ કેવી રીતે કરશો?

(1) તમારા મોબાઈલમાં BIS એપ ડાઉનલોડ કરો. ત્યાર પછી તેને ઓપન કરીને તેમાં Verify HUID વાળા ઓપ્શન પર ક્લિક કરો…

(2) હવે સોનાના દાગીના પર અંકિત કરેલ HUID નંબર જોઈને એપમાં ટાઈપ કરો. તમને તમારા દાગીનાની પુરી જાણકારી જોવા મળશે. જ્વેલરનો રજિસ્ટ્રેશન નંબર, હૉલમાર્કની તપાસ કરના સેન્ટરનો રજિસ્ટ્રેશન નંબર અને દાગીનાનો પ્રકાર, હૉલમાર્કની તારીખ અને શુદ્ધતા તમને જાણવા મળશે. HUID નંબર છ અંકોનો હોય છે જે અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે. જે BIS ના લોગો અને શુદ્ધતાના નિશાનની પાસે નાના અક્ષરોમાં નંબર લખેલો હોય છે.

Related Posts

1 comment

Siddharth Sheh 30 - April - 2025 - 6:27 PM

Very useful information. Useful learning for all

Reply

Leave a Comment