-પરિમલ નથવાણી, રાજ્યસભા સાંસદ
વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના આંકડાઓ મુજબ, ભારતમાં 4% કરતાં ઓછું વૈશ્વિક ઉત્સર્જનમાં યોગદાન છે, જ્યારે તેની આખી વિશ્વની જનસંખ્યામાં 17 ટકા જેટલી મજબૂત ભાગીદારી છે.
એક વિકાસશીલ અર્થતંત્ર તરીકે, ભારતનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વધતું રહે છે, જો કે તે વિકસિત દેશોની સરખામણીમાં ઘણુંઓછું છે. એટલે, વિકાસ અને ગરીબી દૂર કરવા માટેના ધ્યેયોને ધ્યાનમાં રાખતાં ભારતના વૈશ્વિક ગરમી માટેની જવાબદારી મર્યાદિત રહી છે. ખરેખર, ભારતના પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. 2020માં, ભારતના પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન 1.74 ટન CO2 સમકક્ષ હતું, જે વિકસિત દેશોની જેમ અમેરિકાની (15.84 ટન) અને ચીન (8.83 ટન) કરતાં ઘણું ઓછું છે. 2023ના આંકડાઓ પ્રમાણે, ભારતમાં પ્રતિ વ્યકિત ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન લગભગ 2 ટન છે, ચીનમાં તે 11.11 ટન છે અને યુનાઈટેડ સ્ટેટ્સમાં તે 17.61 ટન છે.

ઓગસ્ટ 2022માં, ભારતે 2022માં ભારતે સંયુક્ત રાષ્ટ્ર જલ વાયુ પરિવર્તન માળખામાં સંશોધિત રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્યો પ્રસ્તુત કર્યાં. તેમાં ભારતમાં ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટેનાં લક્ષ્યો રેખાંકિત કરવામાં આવ્યાં છે. વર્ષ 2030 સુધીમાં ખનિજ તેલ સિવાયની ઇંધણ ઊર્જા ક્ષમતા 50% સુધી વધારવી તેવું
પ્રમુખ લક્ષ્ય પણ નિર્ધારિત છે. વર્ષ 2005નાં ઉત્સર્જન સ્તરોની તીવ્રતાની સરખામણીમાં ઉત્સર્જનની તીવ્રતામાં 45% ઘટાડો લાવવો, અને કાર્બનને શોષી લે તેવાં કાર્બન સિંક વધારવા માટે 2.5 થી 3 બિલિયન ટન સમકક્ષ CO2ને શોષી લે તેવાં વન અને વૃક્ષ કવર વિક્સિત કરવાની યોજના પણ છે. આ લક્ષ્ય 2030 સુધીમાં હાસિલ કરવાનું ધ્યેય છે.


જ્યારે ભારત વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણા વચ્ચેનું નાજુક સંતુલન જાળવવા માટે આગળ વધી રહ્યું છે, ત્યારે તેના વધતા જતા ક્લાઈમેટ એક્શન પ્રયત્નો વૈશ્વિક સ્તરે પર્યાવરણીય જાળવણી માટે થતા પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
(આ લેખ મોટાભાગે ભારતના માથાદીઠ ઉત્સર્જન સ્તર વિશે મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં 20 માર્ચ, 2025ના રોજ રજૂ કરાયેલી માહિતી આધારિત છે)
