શેરબજારમાં બીજા દિવસે સુધારો, સેન્સેક્સ 224 પોઈન્ટ વધ્યો

by Investing A2Z

શેરબજાર: બીજા દિવસે આવેલો સુધારો કેટલો ટકશે?

શેરબજારમાં સતત બીજા દિવસે સુધારો આવ્યો છે. દરેક નીચા મથાળે નવી લેવાલી આવી હતી. 14 જાન્યુઆરીને ઉત્તરાયણને તે પછી વાસી ઉત્તરાયણના દિવસે પણ બજાર સુધરીને આવ્યું છે. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 224 પોઈન્ટ વધી 76,224 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 37 પોઈન્ટ વધી 23,213 બંધ થયો હતો. આ સુધારો કેટલો ટકશે? જૂઓ વીડિયો…

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યા હતા. 1535 શેરના ભાવ વધ્યા હતા, 1252 સ્ટોકના ભાવ ઘટ્યા હતા અને 96 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

આજે 24 શેર વર્ષની નવી ઊંચાઈ પર બંધ હતા અનેે 85 શેર વર્ષની નીચી સપાટીએ બંધ હતા.

આજે 117 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 57 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ એનટીપીસી, ટ્રેન્ટ, પાવરગ્રીડ, કોટક મહિન્દ્રા બેંક અને મારૂતિ

સૌથી વધુ ગગડેલા શેરઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને શ્રી રામ ફાયનાન્સ

Stock Market: How long will the second-day correction last?

The stock market has improved for the second consecutive day. Every low was filled with new buying. The market has also improved on the day of Uttarayan on January 14 and then on the day of Vasi Uttarayan. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 224 points to close at 76,224. The National Stock Exchange’s Nifty index rose 37 points to close at 23,213. How long will this correction last? Watch the video…

Most gained stocks: NTPC, Trent, PowerGrid, Kotak Mahindra Bank and Maruti

Most lost stocks: Mahindra & Mahindra, Axis Bank, Bajaj Finserv, Bajaj Finance and Shri Ram Finance

Related Posts

Leave a Comment