સોનું ચાંદી સસ્તા થશે? નવી ખરીદી કરવાની તક મળી છે!

by Investing A2Z

સોનું ચાંદીમાં વીતેલા સપ્તાહે વર્ષ 2021ના જૂન મહિના પછીનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય પછી વિશ્વના અન્ય ચલણો સામે ડૉલર મજબૂત થતાં ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને ગોલ્ડ સિલ્વર ઓલ ટાઈમ હાઈ ભાવથી તૂટ્યા હતા. સોનું ચાંદી સસ્તા થયા છે, શું હાલના ભાવે ખરીદી કરાય? કે પછી ગોલ્ડ અને સિલ્વરના ભાવ હજી વધુ ઘટશે? ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા તો તેની પાછળ કયા કારણો જવાબદાર રહ્યા? આ બધા પ્રશ્ન ખૂબ જ મુશ્કેલ છે. પણ આ સવાલનો જવાબ આપણે આ વીડિયોમાં મેળવીશું.

સૌપ્રથમ આપણે સોનાચાંદીના ભાવની સાપ્તાહિક  વધઘટ પર એક નજર કરીએ….

અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂપિયા 3300 ઘટી 76,700નો ભાવ બોલાયો હતો. હોલમાર્ક દાગીના રૂ.75,165 રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 3000 તૂટી 88,500નો ભાવ બોલાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર 2694 ડૉલરથી શરૂમાં વધી 2693 થયો હતો. અને જોરદાર સેલીંગ પ્રેશર આવતાં ઝડપી તૂટી 2541 ડૉલરની લો બતાવી હતી. સપ્તાહને અંતે 2570 ડૉલર બંધ રહ્યો હતો. ગોલ્ડ ફ્યુચરમાં ભાવ સતત છ દિવસથી સળંગ ઘટ્યા હતા. સપ્તાહ દરમિયાન 124 ડૉલરનો કડાકો બોલી ગયો છે. તેમજ ઓલ ટાઈમ હાઈ ભાવ 2801 ડૉલરથી 231 ડૉલરનો કડાકો બોલી ગયો છે.

સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 31.44 ડૉલરથી શરૂમાં વધી 31.66 ડૉલર થયો હતો અને ઝડપી તૂટી 29.75 ડૉલરની લો બનાવી હતી અને સપ્તાહને અંતે 30.33 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સિલ્વરમાં 1.11 ડૉલરનું ગાબડું પડ્યું હતું. અને ઓલ ટાઈમ હાઈ 34.90 ડૉલરથી સિલ્વર 4.57 ડૉલરનો કડાકો બોલી ગયો હતો.

સ્ટોપ ગોલ્ડનો ભાવ 2683 ડૉલરથી સપ્તાહની શરૂઆતે વધી 2686 ડૉલર થઈ અને ત્યાંથી તૂટી 2536 ડૉલર થઈ સપ્તાહને અંતે 2561 ડૉલરનો ભાવ બંધ રહ્યો હતો. છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી સ્પોટ ગોલ્ડ સતત ઘટી રહ્યું છે. સપ્તાહ દરમિયાન સ્પોટ ગોલ્ડમાં 122 ડૉલરનો કડાકો બોલી ગયો છે.

સ્પોટ સિલ્વર 31.29 ડૉલરથી શરૂમાં વધી 31.59 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 29.66 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 30.21 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સ્પોટ સિલ્વરમાં 1.08 ડૉલરનું ગાબડું પડ્યું હતું.

સોનાચાંદીમાં ઘટાડો કયા કારણોસર આવ્યો

અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો તે પછી વિશ્વના તમામ ચલણો સામે ડૉલર મજબૂત થયો હતો. વીતેલા સપ્તાહે ડૉલર એક વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયો હતો. જેથી ગોલ્ડ અને સિલ્વરમાં ઊંચા મથાળે નફારૂપી જોરદાર વેચવાલી આવી હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા હતા.

અમેરિકાની ફેડરલ રીઝર્વે કુલ 75 બેસીસ પોઈન્ટનો રેટ કટ કર્યા પછી ટ્રેઝરી યીલ્ડ વધીને આવ્યું છે. તેમજ ફેડરલ રીઝર્વના નિવેદન મુજબ હવે અમેરિકાના મોંઘવારી દર સતત નજર રાખશે અને ફેડ રેટ કટ કરવામાં ઉતાવળ નહી કરે. ટ્રમ્પ આવ્યા પછી અમેરિકાની આર્થિક પૉલીસી અને ફેડ રેટ કટની પૉલીસી અનિશ્તિતાભરી હશે, તેવી ધારણા છે. તેમ છતાં ડીસેમ્બરમાં ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે, જેમાં હજી વધુ 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે. જો કે ન પણ કરે… કારણ કે 75 બેસીસ પોઈન્ટનો રેટ કટ પછી અમેરિકાની આર્થિક સ્થિતિ પર નજર રાખશે અને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવી જાય પછી યોગ્ય નિર્ણય લેવાશે, તેવી પણ ગણતરી માંડી શકાય. આથી હાલ ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી અને ભાવ ઘટ્યા હતા.

અને ત્રીજુ કારણ ગોલ્ડ સિલ્વરના ભાવ એટલા બધા ઝડપી અને એકતરફી વધ્યા હતા, આથી ગોલ્ડ અને સિલ્વર હાઈલી ઓવરબોટ હતા. આથી વેચવાલી ફરી વળી હતી. ટેકનિકલી જોવા જઈએ તો ઘટાડો આવવો ડ્યૂ થયો હતો, તે મુજબ જ ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટીને આવ્યા છે.

આગામી સપ્તાહે સોનું ચાંદી હજી સસ્તા થશે ખરા… અને નવી ખરીદી કરાય કે નહી…

ટેકનિકલી જોવા જઈએ તો ગોલ્ડ અને સિલ્વરે તેના તમામ સપોર્ટ લેવલ તોડીને વધુ નીચે ગયા છે. અને હાલ વાયદા બજારમાં દરેક ઉછાળે વેચવાની લાઈન પડી છે. હાલ વીતેલા સપ્તાહે સંળગ છ દિવસ ભાવ ઘટ્યા છે, તો એકાદ બે દિવસ પ્રત્યાઘાતી સુધારો આવે. બાઉન્સ બેક આવે, પણ તે કામચલાઉ હશે. નજીકના ગાળામાં તેજી થાય કે મોટો ઉછાળો આવે તેવી કોઈ શક્યતા નથી. આગામી દિવસોમાં ગોલ્ડમાં 2500 ડૉલરનો ખૂબ મજબૂત સપોર્ટ લેવલ આવે છે. જેથી ગોલ્ડમાં 2500થી 2550 ડૉલર આસપાસની ખરીદી તમને નફો કરાવી જશે. તેવી જ રીતે ચાંદીમાં 30 ડૉલર મજબૂત સપોર્ટ લેવલ છે. આ લેવલ આસપાસ બેસ્ટ બાય રહેશે.

હા.. ફ્યુચરમાં ભાવ ઘટશે તો હાજર બજારમાં સોનાચાંદીના ભાવ ઘટી શકે છે. પણ સોનાચાંદીમાં રોકાણ કરતા રોકાણકારો માટે આ ભાવે ખરીદી કરવાની તક મળી છે, તેમ સમજીને રોકાણ કરી શકાય છે. લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીમાં છે. જેને જરૂરિયાત હોય તેઓ પણ સોનું ચાંદી હાલના ભાવે ખરીદી કરી શકે છે અને નીચા ભાવે ખરીદવાની તક મળી છે, તેમ સમજવું.

Will gold and silver be cheaper? A new buying opportunity has arrived!

Gold and silver have seen their biggest drop since 2021 last week. After the victory of Donald Trump as the President of America, as the dollar strengthened against other currencies of the world, heavy selling in gold and silver resumed and gold and silver broke from all time high prices. Gold and silver have become cheap, should they buy at current prices? Or will gold and silver prices fall further? What were the reasons behind the fall in gold and silver prices? Watch the video…

Related Posts

Leave a Comment