ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 નું લોન્ચિંગ કર્યું હતું. તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના 418 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. 146 કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
મુખ્યપ્રધાન, ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ સંઘવી, મુખ્યસચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં ઇન્સેટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે 5500 ઉદ્યોગ એકમોને 1100 કરોડની સહાયનું વિતરણ અને કુલ 699 કરોડની કિંમતના ક્વોરી લીઝના લેટર ઓફ ઇન્ટેન્ટનું વિતરણ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમમાં કર્યું હતું.
ટેક્સટાઈલ પોલિસી 2024
આ પોલિસી અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોકાણ અને વિસ્તરણને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. તેમાં સ્થળ અને પ્રવૃત્તિના આધારે રૂપિયા 150 કરોડની મર્યાદામાં એલિજીબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI)ની 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડીનો સમાવેશ થાય છે. વધુમાં, eFCI ના 5% થી 7% ની વ્યાજ સબસિડી 8 વર્ષ સુધી ઉપલબ્ધ છે. અન્ય પ્રોત્સાહનોમાં પાંચ વર્ષ માટે રૂપિયા 1/યુનિટની પાવર ટેરિફ સબસિડી, પ્રત્યેક કર્મચારી દીઠ રૂપિયા 2,000 થી રૂપિયા 5,000 સુધી દર મહિને પેરોલ સહાય (મહિલા કામદારો માટે વધારાના સમર્થન સાથે), અને સ્વ-સહાય જૂથો (SHGs) માટે પેરોલ અને તાલીમ સહાયની જોગવાઇ કરવામાં આવી છે.
આ પોલિસી રોજગાર સર્જન સાથે 4 હજારથી વધુ કામદારો ધરાવતા યુનિટો જેમાં ઓછામાં ઓછી 1 હજાર મહિલા કર્મચારી હોય, તેમને ખાસ સહાયતા પ્રદાન કરશે. આવા યુનિટ્સને વધારાની સબસિડીનો લાભ મળશે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ના ખાસ મુદ્દા
લક્ષિત વૃદ્ધિ વિસ્તારો (ટાર્ગેટેડ ગ્રોથ એરિયા): આ પોલિસી અંતર્ગત ગાર્મેન્ટ, ટેક્નિકલ ટેક્સટાઇલ, વણાંટ અને એમએમએફ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં પણ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ પર ભાર મુકવામાં આવ્યો છે જે ઓટોમોબાઇલ, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે.
• આકર્ષક નાણાકીય પ્રોત્સાહનો
o કેપિટલ સબસિડી: સ્થાન અને પ્રવૃત્તિના આધારે રૂપિયા 150 કરોડની મર્યાદામાં નિશ્ચિત મૂડી રોકાણ (eFCI)ની 10% થી 35% સબસિડી
o વ્યાજ સબસિડી: 8 વર્ષ સુધી eFCI ના 5% થી 7%
o પાવર ટેરિફ સબસિડી: 5 વર્ષ માટે રૂપિયા 1/યુનિટ
o નાણાકીય સહાય: કામદારો માટે દર મહિને રૂ. 2,000 થી રૂ. 5,000
o મહિલા કામદારો માટે વધારાના પ્રોત્સાહનો
o પેરોલ અને ટેક્સટાઇલ જોબ વર્ક માટે તાલીમ સહાય દ્વારા સ્વ-સહાય જૂથોને સહાયતા
રોજગાર સર્જન
આ પોલિસી 4 હજારથી વધુ કર્મચારી ધરાવતા એવા એકમોને ટાર્ગેટેડ સપોર્ટ આપશે, જ્યાં મોટાપાયે રોજગાર પેદા થાય છે અને જ્યાં ઓછામાં ઓછી 1 હજાર મહિલાઓ કાર્યરત હોય. આવા એકમો વધારાની સબસિડી માટે પાત્ર છે.
ટકાઉપણું અને નવીનતા
આ પોલિસી પાણી અને ઉર્જાનો બચાવ, ક્વોલિટી સર્ટિફિકેશન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસમાં રોકાણને પ્રોત્સાહન આપે છે.
પીએમ મિત્ર પાર્ક
પીએમ મિત્ર પાર્ક પહેલ અંતર્ગત રૂ. 352 કરોડના ખર્ચે નવસારીના વાંસી ખાતે અત્યાધુનિક ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ગુજરાતના ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને નવું રોકાણ મેળવીને વ્યાપક રોજગારીની તકો પેદા કરવાનો છે.
મુખ્યપ્રધાનનું સંબોધન
મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી 2013માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી. એટલું જ નહિ, આના પરિણામે રાજ્યમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટેની સુદ્રઢ ઈકોસીસ્ટમનું નિર્માણ થયુ અને 35 લાખ જેટલા સ્પીન્ડલ્સની સ્થાપના થઈ સાથોસાથ 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયુ અને અઢી લાખથી વધુ રોજગારી ઉભી થઈ છે.
મુખ્યપ્રધાન તરીકેના તેમના સાશન દાયિત્વમાં તેમણે ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન દ્વારા રોજગાર વૃદ્ધિના વિઝન સાથે ટેક્સટાઈલ પોલિસી સહિત બહુવિધ પોલિસીઝ અમલી બનાવી હતી. 2012માં નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ટેક્સટાઈલ પોલિસીની સફળતાને પગલે 2017માં ગાર્મેન્ટ અને એપેરલ ઉદ્યોગ માટે પાંચ વર્ષની ખાસ નિતી જાહેર કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2017ની ખાસ નીતિ પછી 2019 માં નવી પોલીસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલીસીઝને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. તેમણે ટેક્સટાઈલ પોલિસી-2024ની જાહેરાત કરતાં ઉમેર્યુ કે, ગુજરાતમાં 40 ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત 25 ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ સંદર્ભમાં રાજ્ય સરકારે ટેક્સટાઈલવેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ આ નવી ટેક્સટાઈલ પોલિસી 2024માં અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે 30,000 કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાને ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે ગ્યાનનો જે એપ્રોચ આપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.
મુખ્યપ્રધાને પીએમ મિત્રા પાર્ક, નવી ટેક્સટાઇલ પોલિસી તથા કાપડ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈનના વિકાસથી ઇકો સિસ્ટમ મજબૂત બનશે તે વિકસિત ગુજરાતના નિર્માણને નવી દિશા આપશે તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે વિકાસ સપ્તાહની ઉજવણીના નિર્ણયને બિરદાવતા કહ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના 13 વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકેના 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી એક પણ રજા રાખ્યા વગર નાગરિકોની સુખાકારી અને ગુજરાત સહિત દેશના વિકાસ માટે હરહંમેશ કાર્યરત રહ્યા છે. વડાપ્રધાન અત્યારે પણ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મક્કમતા સાથે દરેક ક્ષેત્રે જનહિતલક્ષી નિર્ણયો કરી રહ્યા છે.
ઉદ્યોગપ્રઘાને વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનની પરિકલ્પનાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10 સંસ્કરણોના પરિણામે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે અને અનેક રાજ્યોને પણ વાયબ્રન્ટ સમિટની પ્રેરણા મળી છે. આજે ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો અતિ મહત્વપૂર્ણ છે. ગુજરાત રોજગારી આપવામાં પણ અગ્રેસર છે. એક સમયે ગુજરાતનો બેરોજગારી દર 4.2 ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર 2.7 ટકા સુધી પહોંચ્યો છે.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વર્ષ 2001થી વિકાસ યાત્રાની શરૂઆત થઇ હતી. ગુજરાત વર્ષ 2002-03માં રૂ. 1.42 લાખ કરોડના પ્રારંભિક જીડીપીથી, વર્ષ 2022-23 સુધીમાં રૂ. 22.61 લાખ કરોડ જીડીપી સુધી પહોચ્યું છે, તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે. પરિણામે આજે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત દેશના ઉત્પાદનમાં 18 (અઢાર) ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ગુજરાતે 22 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે, તે દેશની કુલ નિકાસના 33 ટકા જેટલી છે. આનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદિપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગ સાહસિકો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી 2024
- પ્રવૃતિ – ૧ : ગારમેન્ટ-મેડપ્સ અને ટેકનીકલ ટેક્ષટાઇલ (કમ્પોઝીટ યુનીટ સહિત)
- પ્રવૃતિ – ૨ : વીવીંગ, નીટીંગ, ડાયીંગ અને પ્રોસેસીંગ, ટેક્ષ્ચુરાઇઝીંગ , ટ્વીસ્ટીગ, MMF સ્પીનીંગ (PSF & VSF) અને એમ્બ્રોડરી
- પ્રવૃતિ – ૩ : અન્ય ટેક્ષટાઇલ એકમો આત્મનિર્ભર ગુજરાત યોજના – ૨૦૨૨ મુજબ લાભ મળવા પાત્ર રહેશે.)
સહાયનો પ્રકાર | કેટેગરી – ૧ અને PM MITRA Park | કેટેગરી – ૨ | કેટેગરી – ૩ | |
કેપીટલ સહાય (૫ વર્ષ માટે વાર્ષિક ૧/૫મો ભાગ) | પ્રવૃતિ – ૧ | માન્ય મુડીરોકાણના ૩૫% , મહત્તમ રૂ. ૧૦૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૩૦ % મહત્તમ રૂ. ૧૦૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૨૦% મહત્તમ રૂ.૫૦ કરોડ |
પ્રવૃતિ – ૨ | માન્ય મુડીરોકાણના ૨૦% , મહત્તમ રૂ. ૫૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૧૮ % મહત્તમ રૂ. ૫૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૧૦% મહત્તમ રૂ. ૪૦ કરોડ | |
વ્યાજ સહાય | પ્રવૃતિ – ૧ | ૭%, ૮ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૩% | ૭%, ૮ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૨.૫% | ૫%, ૬ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૨% |
પ્રવૃતિ – ૨ | ૭%, ૭ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૨% | ૭%, ૭ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૨% | ૫%, ૫ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૨% | |
પાવર ટેરીફ સહાય (૫ વર્ષ માટે) | પ્રવૃતિ – ૧ | DISCOM or Renewable Power: રૂ.૧/ યુનીટ | ||
પ્રવૃતિ – ૨ | ||||
પે-રોલ સહાય | પ્રવૃતિ – ૧ (ગારમેન્ટ મેડ અપ્સ અને એપરલ એકમ માટે, કમ્પોઝીટ યુનીટ સહિત) | પ્રતિ માસ રૂ.૫૦૦૦ સ્ત્રી કામદાર માટે અને રૂ.૪૦૦૦ પુરૂષ કામદાર માટે , ૫ વર્ષ માટે | ||
પ્રવૃતિ – ૧ (ટેકનીકલ ટેક્ષટાઇલ કમ્પોઝીટ યુનીટ સહિત) | પ્રતિ માસ રૂ.૩૦૦૦ સ્ત્રી કામદાર માટે અને રૂ.૨૦૦૦ પુરૂષ કામદાર માટે, ૫ વર્ષ માટે |
લેબર ઇન્ટેન્સીવ ટેક્ષટાઇલ એકમોને સહાય
ન્યુનત્તમ ૪૦૦૦ની રોજગારી જેમાં ૧૦૦૦ મહિલાઓની રોજગારી આપતા ટેક્ષટાઇલ એકમને સહાય
સહાયનો પ્રકાર | કેટેગરી – ૧ અને PM MITRA Park | કેટેગરી – ૨ | કેટેગરી – ૩ | |
કેપીટલ સહાય (૫ વર્ષ માટે વાર્ષિક ૧/૫મો ભાગ) | પ્રવૃતિ – ૧ | માન્ય મુડીરોકાણના ૩૫% , મહત્તમ રૂ. ૧૫૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૩૦ % મહત્તમ રૂ. ૧૫૦ કરોડ | માન્ય મુડીરોકાણના ૨૫% મહત્તમ રૂ.૧૫૦ કરોડ |
પ્રવૃતિ – ૨ | માન્ય મુડીરોકાણના ૨૫%, મહત્તમ રૂ. ૧૫૦ કરોડ | |||
વ્યાજ સહાય | પ્રવૃતિ – ૧ | ૭%, ૮ વર્ષ માટે માન્ય મુડીરોકાણના મહત્તમ વાર્ષિક ૩% | ||
પ્રવૃતિ – ૨ | ||||
પાવર ટેરીફ સહાય (૫ વર્ષ માટે) | પ્રવૃતિ – ૧ | DISCOM or Renewable Power or drawl of power from group captive renewable energy plant : રૂ.૧/ યુનીટ, મહત્તમ વાર્ષિક રૂ.૧૫ કરોડ | ||
પ્રવૃતિ – ૨ | ||||
પે-રોલ સહાય | પ્રવૃતિ – ૧ (ગારમેન્ટ મેડ અપ્સ અને એપરલ એકમ માટે, કમ્પોઝીટ યુનીટ સહિત) | પ્રતિ માસ રૂ.૫૦૦૦ સ્ત્રી કામદાર માટે અને રૂ.૪૦૦૦ પુરૂષ કામદાર માટે , ૧૦ વર્ષ માટે | ||
પ્રવૃતિ – ૧ (ટેકનીકલ ટેક્ષટાઇલ કમ્પોઝીટ યુનીટ સહિત) | પ્રતિ માસ રૂ.૩૦૦૦ સ્ત્રી કામદાર માટે અને રૂ.૨૦૦૦ પુરૂષ કામદાર માટે, ૧૦ વર્ષ માટે |
સ્વ-સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ – SHG)ને સહાય
- SHG ગૃપના સભ્યને ૦૩ માસની તાલીમ દરમીયાન સરકાર તરફથી તાલીમ સ્ટાઈપેન્ડ : રૂ.૫૦૦૦ પ્રતિ સભ્ય દીઠ
- SHG ગૃપના સભ્ય દીઠ માસિક રૂ.૫૦૦૦, મહત્તમ જોબવર્ક વેલ્યુ ટર્નઓવરના ૨૫%
વર્તમાન એકમો માટે ઊર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ અને પર્યાવરણીય અનુપાલન માટે સહાય
- એનર્જી ઓડિટ/વોટર ઓડિટ/પર્યાવરણ અનુપાલન માટે ચૂકવવામાં આવેલી ફીની ૭૫% સહાય, મહત્તમ રૂ.૫૦૦૦૦
- સાધનોની કિંમત માટે ૨૫% લેખે મહત્તમ રૂ.૨૦ લાખ
ટેકનોલોજી સંપાદન અને અપગ્રેડેશન
- ટેક્નોલોજી એક્વીઝીશન માટે કિંમતના ૬૫% વધુમા વધુ ૫૦ લાખ પ્રથમ બે વર્ષની રોયોલ્ટી સહિત
ગુણવત્તા સહાય યોજના
- પ્રમાણપત્ર મેળવવાની ફીના ખર્ચના ૫૦% અને ટેસ્ટીંગ સાધનો તથા મશીનરી વસાવવાના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૧૦.૦૦ લાખ