શેરબજારમાં જન્માષ્ટમીએ તેજીની આગેકૂચ, નિફટીએ 25,000ની સપાટી કૂદાવી

by Investing A2Z
Stock Market India

શેરબજારમાં શાનદાર તેજીની આગેકૂચ રહી છે. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી રહી હતી. સેન્સેક્સ 611.90 ઉછળીને 81,698.11 બંધ થયો હતો. નિફટી 187.45 ઉછળી 25,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 25,010.60 બંધ થયો હતો. આગામી ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી કેવી રહેશે? તે જાણવા વીડિયો જૂઓ…

બીએસઈ સેન્સેક્સ 81,388 ખૂલીને શરૂમાં ઘટી 81,278 થઈ અને ત્યાંથી ઉછળી 81,824 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,698.11 બંધ થયો હતો, જે 611.90નો ઉછાળો દર્શાવે છે.

એનએસઈ નિફટી 24,906 ખૂલીને શરૂમાં ઘટી 24,874 થઈ અને ત્યાંથી વધી 25,000ની અતિમહત્ત્વની સપાટી કૂદાવી 25,010.60 બંધ થયો હતો, જે 187.45નો ઉછાળો દર્શાવે છે.

મહત્ત્વના સમાચાર

ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્શન હોલમાં આપેલી સ્પીચમાં સ્પષ્ટ કહ્યું હતું કે આગામી મહિને ફેડ રેટ કટ આવશે. જે સમાચાર પાછળ અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 450 પોઈન્ટ અને નેસ્ડેક 1.50 ટકા ઉછળીને આવ્યા હતા. તેની પાછળ ગ્લોબલ માર્કેટમાં પણ તેજી જળવાઈ હતી.

એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકના કાઉન્ટરમાં રૂપિયા 840 કરોડની મોટી બ્લોક ડીલ થઈ હતી.

ભેલને રૂપિયા 11,000 કરોડના ત્રણ ઓર્ડર મળ્યાના સમાચાર આવ્યા હતા.

ત્રણ આઈપીઓના નવા શેરનું જોરદાર લિસ્ટીંગઃ ઈન્ટરાચ બિલ્ડીંગ પ્રોડક્ટનો આઈપીઓ 93 ગણો ભરાયો હતો. કંપનીએ રૂપિયા 900માં નવા શેર આપ્યા હતા. તેના શેરનું લિસ્ટીંગ 44 ટકા પ્રિમિયમ સાથે રૂપિયા 1299માં થયું હતું. બાર્સ પોર્ટના નવા શેરનો આઈપીએ 80ના પ્રાઈઝ સાથે આવ્યો હતો,આજે 90 ટકા પ્રિમિયમ સાથે રૂપિયા 152ના ભાવે લિસ્ટ થયો હતો. તેમજ ફોરકાસ સ્ટુડિયોનો આઈપીઓ 417 ગણો ભરાયો હતો. 80ની પ્રાઈઝ સાથે આવેલ શેરનું લિસ્ટીંગ 90 ટકા પ્રિમિયમ સાથે રૂપિયા 152માં લિસ્ટ થયો હતો.

આજના બજારમાં તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી અને તમામ શેરના ભાવ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1505 શેરના ભાવ પ્લસ બંધ રહ્યા હતા, અને 1289 શેરના ભાવ માઈનસ હતા. તેમજ 73 સ્ટોકના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

52 વીક હાઈલોઃ આજે 225 શેરના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા અને 21 સ્ટોકના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

સર્કિટ બ્રેકરઃ 168 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 70 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ એચસીએલ ટેકનો, હિન્દાલકો, એનટીપીસી, ઓએનજીસી અને બજાજ ફાઈનાન્સ.

ટોપ લુઝર્સઃ એપોલો હોસ્પિટલ, હીરો મોટો, અદાણી પોર્ટ અને આઈસર મોટર.

You will also like

Leave a Comment