આપે નિવૃત્તિ માટે પ્લાનિંગ કર્યું છે? ન કર્યું હોય તો આજે જ PPFમાં ખાતુ ખોલવી ને આપની બચતનું રોકાણ કરો… અને ભવિષ્ય સુરક્ષિત કરો
તમે દરરોજ નાની રકમની બચત કરીને તમારા ભવિષ્ય માટે મોટી રકમ જમા કરી શકો છો. આ માટે સરકારની પીપીએફ યોજના (PPF Schemes ) ખૂબ જ લોકપ્રિય છે. તે તમારા બધા સ્વપ્ના પુરા કરશે. Public Provident Fund (PPF)
દરેક વ્યક્તિ પોતાની કમાણીની કેટલીક રકમની બચત કરે છે, અને તે બચતની રકમનું યોગ્ય રોકાણ કરવા ઈચ્છે છે, તેના પૈસા સુરક્ષિત રહે અને વ્યાજ સહિત તેને શ્રેષ્ઠ વળતર પણ મળે. નોકરી કરતાં હોય તેવા વ્યક્તિઓ માટે તો કંપનીમાં પીએફ કપાતો હોય છે. તે તો ભવિષ્યનું પ્લાનિંગ કરી લે છે, પણ સામાન્ય વ્યવસાયિક વ્યક્તિઓ જેમ કે કરિયાણાનો વેપારી, દૂધવાળો, ધોબી, પાનના ગલ્લાવાળા, શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરનાર આવા ધંધાદારી વ્યક્તિઓ માટે પીપીએફ યોજના સુરક્ષાની સાથે શ્રેષ્ઠ વળતર આપતી યોજના બની જશે. અને નિવૃતિ પછી પણ તે તેનું જીવન સન્માન સાથે જીવી શકશે. નાની રકમની નિયમિત બચત કરીને તમે લાખો રૂપિયા મેળવી શકો છો.
પીપીએફનું આખુ નામ છે પબ્લિક પ્રોવિડંડ ફંડ. Public Provident Fund (PPF) આ યોજના તમારા માટે જ બનાવી છે. પીપીએફ યોજનાએ મોટા ફાયદા આપતી યોજના છે. આમાં પૈસા સુરક્ષિત રહેવાની ગેરંટી ખૂદ સરકાર આપે છે. આપણે આ યોજનામાં વ્યાજ દરની વાત કરીએ તો પીપીએફમાં જમા રકમ પર 7.1 ટકા શાનદાર વ્યાજ મળે છે. અને તે પણ જમા રકમની સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જેથી આ પૈસા પાકે ત્યારે ખૂબ મોટી રકમ પરત મળે છે. જો તમે તમારી નિવૃતિનું પ્લાનિંગ કરતા હોય તો પીપીએફ એ સરળ યોજના છે અને સારુ રિટર્ન આપતી યોજના છે. માટે આ યોજનામાં રોકાણનો સોદો એ ફાયદાનો સોદો સાબિત થશે.
પબ્લિક પ્રોવિડંડ ફંડની યોજનાની વાત કરીએ તો આપ વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 500 અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરી શકો છો. વર્ષમાં એક વાર પણ જમા કરી શકો છો અને વર્ષના બાર મહિના દરમિયાન બાર વખત તમે જમા કરી શકો છો. આ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો રહેશે. અને હા તમે હજી બીજા પાંચ વર્ષ તેને લંબાવવા માંગતો હોય તો લંબાવી શકો છો. આ યોજનામાં કરેલ નિયમિત રોકાણ આપને કરોડપતિ બનાવી શકે છે.
પીપીએફ યોજના તમારા રીટાયરમેન્ટ પ્લાન માટે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી છે. તેની સાથે આ યોજનામાં રોકાણના ફાયદા પણ છે. આપ પીપીએફમાં રોકાણ કરીને આવકવેરાની ધારા 80C મુજબ ટેક્સ બેનિફિટ લઈ શકો છે. આ યોજનામાં વર્ષમાં એક હપ્તામાં કે પછી બાર હપ્તામાં પણ રોકાણ કરી શકો છે. બીજુ પીપીએફમાં કરેલ રોકાણ અને તેના પર મળતું વ્યાજ સહિત મેચ્યોરિટી વખતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે.
પીપીએફ યોજના માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને ભારતીય પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને તમે બચતનું રોકાણ કરી શકો છો. તમે ઓનલાઈન રકમ પણ જમા કરી શકો છો. બીજુ દર મહિને તમે ચાહો તેટલી રકમનું ઈસીએસ પણ કરી શકો છો, જેથી તમારા તમારી બચતની રકમ બેંકમાં વારે વારે ભરવા જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
હવે આપણી ઉદાહરણ સાથે સમજીએ કે કેટલા રોકાણ પર કેટલી રકમ મળે છે. જો તમે દર મહિને રૂપિયા 1100 જમા કરો છો તો વાર્ષિક તમારી બચત 13,200 રૂપિયા થઈ, એટલે કે તમે પીપીએફમાં દર વર્ષે 13,200 જમા કરી રહ્યા છો. 15 વર્ષ પછી મેચ્યોરિટી વખતે આપનું રોકાણ 1,98,000 રૂપિયા થયું અને વ્યાજ દર 7.1 ટકાને ગણતરીમાં લઈ તો 1,60,000 વ્યાજ જમા થશે. એટલે કે 15 વર્ષ પછી આપને આપની બચત અને વ્યાજ સહિત કુલ રૂપિયા 3,58,000ની રકમ મળશે. નાની બચત કેટલું મોટુ ફંડ ભેગુ કરીને આપ્યું છે.
બીજુ ઉદાહરણ જોઈએ તો જો તમે દર વર્ષે રૂપિયા 50,000 જમા કરો છો તો 15 વર્ષે મેચ્યોરિટી વખતે વ્યાજ સહિત કુલ રૂપિયા 13.56 લાખ મળશે.
ત્રીજુ ઉદાહરણ જોઈએ તો જો તમે દરરોજ 411ની બચત કરો (વર્ષે 1.50 લાખ)ની બચતનું નિયમિત રોકાણ કરો છો તો 15 વર્ષે મેચ્યોરિટી વખતે વ્યાજ સહિત આપને 40.68 લાક રૂપિયા મળશે. આમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ છે.
બીજી મહત્વની જાણકારી પીપીએફમાં જમા રકમની આપને ઈમરજન્સીમાં જરૂર પડી તો આપ પાંચ વર્ષ પછી એટલે કે છઠ્ઠા વર્ષે… પાંચ વર્ષ પહેલા જમા કરેલી રકમના 50 ટકા રકમ ઉપાડી શકો છો.
પીપીએફ નાની બચતનું શ્રેષ્ઠ વળતર અને સુરક્ષિત યોજના છે. લાંબાગાળાના બચતની યોજના છે. આપની રીટાયરમેન્ટ લાઈફને વધુ સુંદર બનાવવાની યોજના છે. માટે આપ અત્યારથી બચતનું પ્લાનિંગ કરો અને રોકાણ કરો…
ઓલ ધી બેસ્ટ