હિન્ડનબર્ગના રીપોર્ટ પછી અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો

by Investing A2Z

હિન્ડનબર્ગનો રીપોર્ટ જાહેર થયા પછી સોમવારે શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. સવારે 9.15 કલાકે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ગાબડા સાથે ખૂલ્યું હતું સાથે અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો બોલી ગયો હતો.

આજે સવારથી શેરબજાર પર સૌની નજર હતી કે માર્કેટ અને ખાસ કરીને અદાણી ગ્રૂપના શેરોના ભાવ શું ખૂલશે. પણ માર્કેટ ખુલ્યા પછી અદાણી ગ્રૂપના શેરો 4થી 5 ટકા માઈનસમાં ખુલ્યા હતા.

અદાણી પાવર 5.31 ટકાના ઘટાડા સાથે 658 પર ટ્રેડ કરતો હતો

અદાણી ટોટલ ગેસ 6 ટકાના ગાબડા સાથે 814 પર ટ્રેડ કરતો હતો

અદાણી વિલ્મર 4 ટકાના ઘટાડા સાથે 368 પર ટ્રેડ કરતો હતો

અદાણી ટોટલ ગેસ 6 ટકાના ગાબડા સાથે 812 પર ટ્રેડ કરતો હતો

અદાણી ગ્રીન એનર્જિ 4 ટકાના ઘટાડા સાથે 1704 પર ટ્રેડ કરતો હતો

અદાણી એનર્જિ 5 ટકાના કડાકા સાથે 1049 પર ટ્રેડ કરતો હતો

અદાણી પોર્ટ 3 ટકા ઘટી 1480 પર ટ્રેડ કરતો હતો

અદાણીની સીમેન્ટ કંપની 1.70 ટકા ઘટી 621 પર ટ્રેડ કરતો હતો

અદાણીની માલિકીની એનડી ટીવી 3 ટકા ટૂટી 201 પર ટ્રેડ કરતો હતો.

અમેરિકી શોર્ટ સેલર હેન્ડનબર્ગનો રીસર્ચ રીપોર્ટ બાદ માધવી પુરી બુચ અને અદાણી પર આક્ષેપ લગાવ્યા છે. સેબી ચીફ અદાણી ગ્રૂપમાં હિસ્સો ધરાવે છે. જો કે અદાણી જૂથ તરફથી સ્પષ્ટીકરણ આવી ગયું છે કે હિન્ડનબર્ગ દ્વારા લગાવાયેલા આક્ષેપમાં કોઈ વજૂદ નથી. માધવી બુચ સાથે કે તેમની સાથે દર્શાવેલ નામ સાથે અદાણી ગ્રૂપને કોઈ લેવા દેવા નથી. અને વ્યવસાયિક સંબધ નથી. સેબી દ્વારા પણ કહેવાયું છે કે તેમણે અદાણી જૂથ સામેની તમામ તપાસ પૂર્ણ કરી દીધી છે અને તેમાં જે તપાસ કરવાની હતી તે તમામ તપાસ કરી છે.

Related Posts

Leave a Comment