ગુજરાત રાજ્ય સરકારના સફળ નેતૃત્વ હેઠળ ઘણા યુવાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી, ધાન્ય અને ફળફળાદી જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એવામાં એક પાક એવો છે, જેનું જમીનમાં વાવેતર કર્યા બાદ તે જમીનને શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે, એવો પાક એટલે સરગવો. ( Saragavo – Drumstick – Moringa )


આમ તો, આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. કારણ કે તે 300થી વધુ રોગો સામે રક્ષણ કરવામાં સહાયરૂપ નિવડે છે. તેનાં પાંદડાં અને ફળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ નિવડે છે. દક્ષિણ ભારતમાં સરગવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પોષકતત્વોનો ખજાનો એટલે સરગવો એ અનેક રોગો સામે રક્ષણ આપવા માટેનું શ્રેષ્ઠ વૃક્ષ છે.
સરગવો ખાવાના ફાયદાની વાત કરીએ તો ( Benefits of eating Sargavo )

– પથરીને બહાર કાઢે છે
– કોલેસ્ટેરોલ ઓછું કરે છે
– બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
– પાચન સુધારે છે
– દાંતને પોલાણથી બચાવે છે
– પેટના કીડાઓથી છુટકારો મળે છે
– સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
– પેટની સમસ્યામાં રાહત મળે છે
– લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક
-સરગવો આંખો માટે પણ અસરકારક છે, આંખનું તેજ પણ વધારે છે.