
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ માતૃભૂમિ ને વંદન કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત માતા અને બહેનોના ચહેરામાં એક અલગ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આનંદ થાય તે સ્વભાવિક છે કારણકે તમે જે વિશ્વાસ સાથે મને દિલ્હી મોકલ્યો તે વિશ્વાસને વધારનારુ એક કામ મે દિલ્હીમાં કર્યુ છે. નારી શક્તિ વંદન અધિનીયમ એટલે વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે. મહિલા અનામતનું સ્વપ્ન વર્ષો પહેલા ગુજરાતની ધરતીથી આપણે સાથે મળી જોયુ હતું અને આજે આ સંકલ્પની સિદ્ધી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છું.


પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આદિવાસી મહિલાઓને સશક્ત કરવા માટે વન વ્યસ્થાપક મંડળીઓમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં મહિલાઓને સ્વરોજગાર મળે તે માટે મહિલા આર્થિક વિકાસ નીગમની શરૂઆત કરવામાં આવી. મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મિશન મંગલમની શરૂઆત કરવામાં આવી. મહિલા નેતૃત્વની શરૂઆત સૌ પ્રથમ ગુજરાતથી કરવામાં આવી. ગુજરાતમાં પાણી સમિતિની વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાતને યુનાઇટેડ નેશન અને કોમન વેલ્થ એસોશિયેશ દ્વારા બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા. પાછલા નવ વર્ષોમાં મહિલાઓના વિકાસ માટે ખૂબ કામ કર્યુ. આજે દેશમાં ઇન્ડસ્ટ્રી હોય કે રમતનું મેદાન દિકરીઓ દેશનું ગૌરવ વધારી રહી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની નારી શક્તિને વધુ સશક્ત કરવાનું કામ કર્યુ છે. દેશની મહિલા શક્તિના આશિર્વાદ અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ઐતિહાસીક નિર્ણય થયો છે. નારી શક્તિ બિલ દેશનું ભાગ્ય બદલશે. ત્રીપલ તલાક, કલમ 370 દુર કરવી અને નારી શક્તિ અધિનીયમ તેમના નેતૃત્વમાં અમલી થશે. નારી શક્તિ વંદન અધિનીયમ નવા ભારતની નવી લોકતાંત્રીક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. આ સામાન્ય બીલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુઘારવાની વુમન લેડ ડેવલોપમેન્ટનો યુગ લાવવાની નરેન્દ્રભાઇ મોદીની ગેરેંટીનું પ્રત્યેક્ષ પ્રમાણ છે.



