આર્કિટેક્ટ અને વાસ્તુ વૈજ્ઞાાનિક મયંક રાવલને શ્રેષ્ઠ વિભૂતિનું આંતરરાષ્ટ્રીય સન્માન

રાષ્ટ્ર કવિ રામ ધારી સિંગ દિનકરની 115મી જયંતિ પર નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બે દિવસીય સંમેલન યોજાયું હતું. જેમાં ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્ર, મણિપુરના રાજ્યપાલ અનસૂયા ઉલ્કે, પ્રધાન પ્રહલાદ સિંગ પટેલ, સ્વામી ચિદાનંદ સરસ્વતી, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યજી, સુધીર ચૌધરી, વિવિધ દેશોના રાજદૂત વિગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, જાણીતા આર્કિટેક્ટ અને વાસ્તુ વૈજ્ઞાાનિક મયંક કુમાર ડોલરરાય રાવલને શ્રેષ્ઠ વિભૂતિનું આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું.


