કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન કેટલો ખતરનાક?

by Investing A2Z

વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Variant)ના વધતા કેસને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વેરિયન્ટ અંગેની વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા અનુસાર વેરિયન્ટ બાળકોને વધુ અસર કરી રહ્યો છે. બ્રિટિશ એક્સપર્ટના કહેવા અનુસાર આગામી સમયમાં દરેક માટે આ વેરિયન્ટ્સ એક મોટો પડકાર બનવાનો છે.

કોરોનામાં પહેલા જેટલા પણ વેરિયન્ટ આવ્યા તેની બાળકો પર ખૂબ જ હળવી અસર જોવાઈ હતી, અને કેટલાય બાળકોમાં લક્ષણ પણ જોવાયા ન હતા. નિષ્ણાતોના કહેવા અનુસાર અત્યારે એવું કહી ન શકાય કે ઓમિક્રોનની ગંભીરતા કેટલી હશે? પણ તેના લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે. જેથી તમે તેની સમયસર સારવાર કરી શકો છો.

દક્ષિણ આફ્રિકાના ડૉકટરોના કહેવા અનુસાર ઓમિક્રોનના લક્ષણો દરેકમાં અલગઅલગ હોઈ શકે છે. પણ યુવાનોમાં વધારે થાક લાગવો, શરીરનો દુખાવો અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ડેલ્ટાની જેમ આ વેરિયન્ટમાં લોકોને સ્વાદ અન સુંગધ જતી રહી હોવાનો અહેસાસ થાય છે. તો કેટલાક લોકોને ગળામાં વધારે ખરાશ અનુભવાય છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટના શકંજામાં આવેલા બાળકોની સંખ્યા વધુ છે. તેમનામાં હળવાથી લઈને ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. તેમને ઓક્સિજન, સપોર્ટિવ થેરેપી અને વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે. તે પહેલાની સરખામણીએ વધુ બિમાર થઈ રહ્યા છે.

અમેરિકાના નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર બાળકોમાં કોરોનાના નવા વેરિયન્ટમાં કેટલાક ખાસ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. જેમ કે સખત તાવ આવવો, સતત ખાંસી આવવી(સતત એક કલાક સુધી), થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, અને ભૂખ ન લાગવી. દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં યુવાન દર્દીઓ અને બાળકોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની વધુ જરૂરિયાત ઉભી થાય છે. તેનું કારણ એમ પણ ગણાઈ રહ્યું છે કે બાળકોએ વેક્સિન લીધી નથી, આથી બાળકો ઝડપથી તેના શિકાર બની રહ્યા છે.

ઓમિક્રોનનું સંક્રમણ સંભવતઃ સામાન્ય શરદીની જેમ દેખાય છે. જેનું રીસર્ચ કરાયું હતુ, અને શોધમાં જણાયું છે કે આ મ્યુટેશન એક સેલમાં થયું છે, જે SARS-2 અને કોલ્ડ વાયરસ બન્નેને હોસ્ટ કરી શકે છે. ઓમિક્રોન વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. પણ તેના લક્ષણો કયારેક દેખાય છે અને કયારેક દેખાતા જ નથી. તો હવે સવાલ એવો છે કે ઓમિક્રોન કોરોના વાયરસ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે અને તે ગંભીર બિમારીનું કારણ બની શકે છે? સવાલ એ પણ છે કે દુનિયાભરમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ડેલ્ટાથી પણ આ આગળ નીકળી જશે? આ તમામ સવાલ પર વૈજ્ઞાનિકો શોધ ચલાવી રહ્યા છે.

Related Posts

Leave a Comment