આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ( Crude Oil ) ના ભાવ સતત વધી રહ્યા છે, અને તેને કારણે દુનિયાના તમામ દેશમાં પેટ્રોલ ( Petrol ) અને ડીઝલ તથા કેરોસીનના ભાવ વધી રહ્યા છે, જેને કારણે દેશ અને દુનિયાના અર્થતંત્રનું બેલેન્સ ખોરવાઈ ગયું છે. ફુગાવો ( Inflation ) સતત વધીને આવ્યો છે, અને ઓઈલ ( Oil) મોંઘા ભાવે ખરીદવા માટે દેશનું હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. જેથી દેશ અને દુનિયા ખૂબ જ પરેશાન છે.
તેલની કીમતો ( Oil Prices )માં સતત વધારો અને ઓપેક ( OPEC ) ના દેશો તેલ ઉત્પાદન ( Oil Production ) વધારવાને લઈને આનાકાની કરી રહ્યા છે. ઓપેકના દેશોની તેલના ઉત્પાદન અને ભાવને લઈને મોનોપાલી છે. આમ અમેરિકા સહિત બીજા દેશો પરેશાન છે. આ કારણે જ અમેરિકાએ ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળીને એસપીઆર ( SPR )માં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે.
એસપીઆરનો અર્થ છે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રીઝર્વ ( Strategic Petroleum Reserve ). તે એવા તેલ ભંડાર ( Oil Reserve ) છે કે જે વિભિન્ન દેશમાં ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે તેલના ભંડાર રાખવામાં આવે છે. અમેરિકા પાસે દુનિયાનું સૌથી મોટુ એસપીઆર છે. તેમાં અંદાજે 71.4 કરોડ બેરલ તેલ રાખવામાં આવી શકે છે. અમેરિકા ( USA )એ એસપીઆરની શરૂઆત 1975માં આવેલ તેલ સંકટ પછી કરી હતી.

ભારતની વાત કરીએ તો 3.69 કરોડ બેરલ તેલ ઈમરજન્સી ઉપયોગ માટે રાખવામાં આવે છે. તેનાથી અંદાજે નવ દિવસ સુધી કામ ચાલી શકે છે. તેલ શોધક કારખાનામાં પણ 64 દિવસ ચાલે તેટલું કાચુ તેલ રાખી શકાય છે. અહીયા તમને યાદ કરાવીએ કે તેલની વધતી કિમતો પછી અમેરિકાએ ઓપકે દેશો પર તેલનું ઉત્પાદન વધારવાને લઈને દબાણ કર્યું હતું પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી.
ઓપેકના દેશોએ તેલનું ઉત્પાદન વધાર્યું નહી અન આંતરાષ્ટ્રીય બજાર ( International Market ) માં તેલના ભાવ સતત વધતા જ ગયા. જો કે ઓપેકના દેશોએ પ્રતિદિન ચાર લાખ બેરલ ઉત્પાદન વધારવાની વાત કરી હતી. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને તેના સહયોગી દેશોએ 2020માં ઓઈલ સપ્લાયને લઈને કેટલા પ્રતિબંધ પણ લગાવ્યા હતા, પણ હવે તે ધીરેધીરે હટાવી રહ્યા છે.
