દિવાળી પહેલા મોદી સરકારે ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં મોટો ઘટાડો કર્યો છે, અને અન્ય રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. આથી પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં લિટરે રૂપિયા 5 અને ડીઝલમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો છે. તેમ છતાં હજી પેટ્રોલ ડીઝલના ભાવમાં ખાસ્સા ઊંચા છે. કેટલાય રાજ્યોમાં હજી તેની કિમત 100 રૂપિયાથી વધારે છે. ડીઝલ અને પેટ્રોલની કિમતોને નીચે લાવવા માટે મોદી હવે એક ખાસ પ્લાન બનાવ્યો છે, અને તેના પર કામ કરી રહી છે. જો બધુ બરોબર રહેશે તો હાલ આપને કાર ચલાવવા માટે એક લિટર પેટ્રોલ રૂપિયા 100માં મળે છે, તે હવે અંદાજે રૂપિયા 60માં મળશે. અને તમે કાર ચલાવી શકશો.
અહીંયા જે ઈંધણની વાત કરી રહ્યા છીએ તે છે ફ્લેક્સ ફ્યૂલ. પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિમતોને લઈને સરકારને વીતેલા મહિનાઓમાં કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કિમતોમાં ઘટાડો કરવા માટે ઈથેનોલ મેળવીને કામ ચલાવી રહ્યા છે. તેમ છતા હજી ભાવ ઊંચા છે. હવે સરકાર ફલેક્સ ફ્યૂલ પર કામ કરી રહી છે. જેથી પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મળે. અને લોકોને ભારે કિમત ન ચુકવવી પડે.
ઘણા લોકો વિચારે છે આખરે આ ફલેક્સ ફ્યૂલ છે શું? ફલેક્સ ફ્યૂલ ગૈસોલીન અને મેથનોલ અથવા ઈથનોલના મિશ્રણથી તૈયાર કરાતું વૈકલ્પિક ઈંધણ છે. આ ફ્યૂલનું એન્જિન પેટ્રોલ એન્જિન જેવું જ હોય છે. પણ તેમાં કેટલાક વધારાના કમ્પોનન્ટ હોય છે. ફલેક્સ એન્જિન એકથી વધુ ઈંધણ પર ચાલી શકે છે. આ એન્જિનની એક વધુ ખાસિયત છે કે તે ઈલેક્ટ્રિક વ્હીકલની સરખામણીએ ઓછા ખર્ચમાં બને છે.
મોદી સરકાર તરફથી આ ફલેક્સ ફ્યૂલ પર કામ ચાલી રહ્યું છે. તેને લોન્ચ કર્યા પછી સરકારની યોજના છે કે તેને ફરજિયાત પણ કરશે. વાહન વ્યવહારપ્રધાન નિતીન ગડકરી ફલેક્સ ફ્યૂલ અંગેનો પ્લાન બનાવી રહ્યા છે, અને તેઓ આ પહેલા આ અંગે વાત કરી ચુક્યા છે. ફલેક્સ ફ્યૂલને સરકાર ફરજિયાત કરે તેના પર વિચાર ચાલી રહ્યો છે. આવું કરવાથી સરકાર તમામ કંપનીઓને ફલેક્સ ફ્યૂલ એન્જિન તૈયાર કરીને તેનો ઉપયોગ કરવા કહેશે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી તે પછી 13 રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમાંથી 10 ભાજપ શાસિત રાજ્યો છે. ભાજપ શાસિત રાજ્યોમાં અસામ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડે વધારાનો ઘટાડો જાહેર કર્યો છે. તે ઉપરાંત બિહાર, ઓડિશા અને સિક્કિમે પણ વેટમાં ઘટાડો કર્યો છે.
ગુજરાતમાં હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા પછી ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં લિટરે રૂપિયા 7નો ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે રૂપિયા 95.13 અને ડીઝલનો ભાવ રૂપિયા 89.12 થઈ ગયો છે.