શું તમે જાણો છો કે દુનિયાના સૌથી સુંદર શહેર કયા કયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ટાઈમ આઉટે દુનિયાના 36 ખૂબસૂરત સર્વશ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. દુનિયામાં કોરોના મહામારી દરમિયાન ટાઈમ આઉટે કેટલાક માપદંડોના આધારે આ યાદી તૈયારી કરી છે. તેમાં તે શહેરના ખાણીપીણી, સંસ્કૃતિ અને સારી નાઈટલાઈફના આધાર પર શહેરોની પસંદગી કરી છે. એવામાં સવાલ થાય છે કે શું આ યાદીમાં ભારતના કોઈપણ શહેરનું નામ છે ખરું? આવો આપણે જાણીએ કે દુનિયાના 37 ખૂબ જ સુંદર શહેરોના નામ અંગે, અને તેની ખાસિયતો. આ યાદીમાં ભારતના કોઈપણ શહેરનું નામ નથી.
દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ શહેર
સૈન ફ્રાન્સિસ્કો– લાલ રંગના પુલો, આકર્ષિત કરતી રેસ્ટોરાં અને ટેક ઈન્ડસ્ટ્રીઝ માટે વિખ્યાત અમેરિકાનો સૈન ફ્રાન્સિસ્કો શહેરએ તાજમાં જડેલો હીરો છે. ખાણીપીણી, સંસ્કૃતિ અને સારી નાઈટલાઈફના મામલામાં તે દુનિયાનું સૌથી બહેતરીન શહેર મનાયું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ટાઈમ આઉટની યાદીમાં તે પહેલા નંબરે રહ્યું છે. સૈન ફ્રાન્સિસ્કો શહેર કૈલિફોર્નિયામાં ચોથું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં 12મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
અમ્સટર્ડમ– બીજા નંબરે નેધરલેન્ડની રાજધાની અમ્સટર્ડમ છે. અમ્સટર્ડમ નેધરલેન્ડની વાણિજ્યિક રાજધાની અને યુરોપમાં નાણાકીય કેન્દ્રમાંનું એક છે. અમ્સટર્ડમને વૈશ્વિકરણ અને વિશ્વના શહેરો અધ્યયન સમુહ દ્વારા એક અલ્ફા શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ શહેર નેધરલેન્ડની સાંસ્કૃતિક રાજધાની પણ છે.
મૈનચેસ્ટર– ત્રીજા નબંરે ઈંગ્લેન્ડનું શહેર મૈનચેસ્ટર છે. 1853માં તેને નગરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે દુનિયાભરમાં સુતરાઉ વસ્ત્ર ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. મૈનચેનસ્ટર યુનાઈટેડ ફુટબોલ કલબ ગ્રેટર મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં સ્થિત એક ઈંગ્લિશ ફુટબોલ કલબ છે, જે દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય ફુટબોલ કલબોમાં એક છે.
કોપનહેગન– ચોથા સ્થાન પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે. આ ડેનમાર્કનું સૌથી મોટું શહેર છે. કોપનહેગન જીલળ્ડ અને અમાગર દ્વીપો પર વસેલું છે. કોપનહેગન ઉત્તરીય યુરોપના સૌથી સઘન ક્ષેત્રોમાંનું એક છે. નોડિક દેશોમાં કોપનહેગન જનારા સૌથી વધુ છે. વિદેશી પર્યટકોને આ શહેર ખૂબ જ પસંદ આવે છે. જીવન સ્તરના મામલે આ શહેર સૌથી સર્વશ્રેષ્ઠ શહેરોમાંથી એક છે. દુનિયાના પર્યાવરણ અનુકુળ નગરોમાં એક છે. તેની અંદરના બંદરગાહનું પાણી એટલું સાફ છે, તેમાં તરી શકાય છે. આ શહેરમાં 36 ટકા નાગરિક સાયકલ પર કામે જાય છે. એટલે કે પ્રતિદિન 11 લાખ કિલોમીટરની સાયકલ યાત્રા અહીયા થાય છે.
ન્યૂ યોર્ક– આ યાદીમાં પાંચમાં નંબરે ન્યૂ યોર્ક છે. ન્યૂ યોર્ક શહેર સંયુક્ત રાજ્ય અમેરિકામાં સૌથી વધુ વસ્તીવાળું શહેર છે અને એક વૈશ્વિક શહેર પણ કહેવાય છે. આ દુનિયાનું આર્થિક રૂપે સૌથી શક્તિશાળી શહેર છે. ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રનું વડુમથક છે. રાજ્યની બે તૃતીયાંશ વસ્તી ન્યૂ યોર્ક મહાનગરમાં રહે છે. અને અંદાજે 40 ટકા લોકો લોંગ આઈલેન્ડમાં રહે છે. રાજ્ય અને શહેરનું નામ 17મી સદીમાં ડ્યૂક ઓફ યાર્ક એટલે કે ઈંગ્લેંડના ભાવી રાજા જેમ્સ દ્વીતીય ઉપરથી રાખવામાં આવ્યું હતું.
દુનિયાના ખૂબસુરત 20 શહેરોની યાદીમાં એશિયાના ચાર શહેરોએ સ્થાન બનાવ્યું છે. જેમાં ઈઝરાયલની આર્થિક રાજધાની તેલ અવીવ 8માં સ્થાન પર છે. આ ઈઝરાયલમાં બીજુ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તેલ અવીવ વ્હાઈટ સિટી 2003માં એક યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળના રૂપમાં ઓળખાય છે. તેલ અવીવ એક વૈશ્વિક શહેર છે. આ એક લોકપ્રિય આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ પણ છે. તે પોતાની 24 કલાકની સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. મધ્ય પૂર્વમાં તેલ અવીવ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દુનિમાં 19 સૌથી મોંઘા શહેરોમાં એક છે.
10માં સ્થાન પર જાપાનની રાજધાની ટોકિયો છે. 17માં સ્થાન પર ચીનની આર્થિક વેપારનું કેન્દ્ર શંઘાઈ છે. 20માં નંબરે હોંગકોંગ છે.
દુનિયાના 20 ખૂબસુરત દેશની યાદી
(1) સૈન ફ્રાન્સિસ્કો
(2) અમ્સટર્ડમ
(3) મૈનચેસ્ટર
(4) કોપનહેગન
(5) ન્યૂ યોર્ક
(6) માન્ટ્રિયલ
(7) પ્રાગ
(8) તેલ અવીવ
(9) પોર્તો
(10) ટોક્યો
(11) લાસ એન્જિલિસ
(12) શિકાગો
(13) લંડન
(14) બાર્સિલોના
(15) મેલબર્ન
(16) સિડની
(17) શંઘાઈ
(18) મૈડ્રિડ
(19) મૈક્સિકો સિટી
(20) હોંગકોંગ
કોરોના મહામારી દરમિયાન સામુદાયિક ભાવના, શહેરી માહોલ, પર્યાવરણ અને લોકો સાથે મિત્રતાનો વ્યવહાર જેવા માપદંડો પર 27 હજાર લોકોનો અભિપ્રાય લઈને આ યાદી તૈયાર કરાઈ છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં ભારતનું એકપણ શહેર નથી. સંસ્થાન અનુસાર પ્રગતિશીલતા, સ્વીકાર્યતા અને સ્થિરતાનો મેળ જોતાં સૈન ફ્રાન્સિસ્કોનો બીજુ કોઈપણ શહેર મુકાબલો ન કરી શક્યું. અભિપ્રાય મુજબ 73 ટકા લોકોનોનું કહેવું હતું કે અહીંયા મહામારી દરમિયાન કડક લૉકડાઉન અને તે પછી ઉઠાવેલા પગલાને નાગરિકોએ લાગુ કરીને પુરતો સાથ આપ્યો હતો. ખૂબસુરતીની સાથે તૈયાર કરાયેલ પાર્કલેટ આ શેરમાં કોઈપણ વિશાળ સ્ટ્રીટ પાર્ટી સ્થળમાં બદલી નાંખે છે.
બીજા નંબરે આવેલ અમ્સટર્ડમનો 27 ટકા વિસ્તાર હર્યોભર્યો છે, તેને કારણે પર્યટકો ખેંચાઈને આવે છે. અહીના લોકો આધુનિક અને પર્યાવરણપ્રેમી છે.
ત્રીજા નંબરે આવેલ મૈનચેસ્ટરને 71 ટકા લોકો રચનાત્મક માને છે. કોપનહેગનના સર્વેમાં સામેલ 66 ટકા લોકોએ આરામદાયક બતાવ્યો છે. ટોક્યોને 82 ટકા લોકો નવી ચીજોની શોઘખોળ કરનારું શહેર માને છે. સ્વચ્છતાની સાથે દરેક શહેરમાં દેશની કળા ઝળકે છે.