
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત લાભાર્થિઓને અનાજ વહેંચ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા અનાજ મેળવનારાઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાંચ ઓગસ્ટનો દિવસ ખૂબ ખાસ થઈ ગયો છે. આ દિવસે બે વર્ષ પહેલા જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ હતી, અને વીતેલા વર્ષે રામ મંદિર ભૂમિ પૂજન થયું હતું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકીએ 41 વર્ષ બાદ મેડલ જીત્યો છે.

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે આ પાંચ ઓગસ્ટના જ દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે પહેલું પગલું માંડ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. આજે એ જ પાંચ ઓગસ્ટ છે, કે ઓલિમ્પિકના મેદાનમાં દેશના યુવા હોકીના ખેલાડીઓએ પોતાનું ગૌરવ ફરીથી સ્થાપિત કર્યું છે અને મોડી છલાંગ લગાવી છે. આ નવું ભારત છે, પદ નહી પદક જીતીને ભારત દુનિયા પર છવાઈ રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવા માટેનો માર્ગ પરિવાર નહી પણ પરિશ્રમથી નક્કી થાય છે.

બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ટોકિયો ઓલિમ્પિકમા 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. રશિયા સામે ભારતનો પરાજય થયો છે, આથી ભારત આજે સિલ્વર મેડલ જીત્યો છે.

રીડે કહ્યું કે દેશની સાથે સાથે આ ટીમ ખૂબ લાંબા સમયથી પદકની રાહ જોઈ રહી હતી. મને ખબર છે કે ભારત માટે હોકી કેટલી મહત્વની છે અને હું તેનો હિસ્સો બન્યો છું, તેનો મને ખૂબ આનંદ છે.
રીડે વધુમાં કહ્યું હતું કે મેચ પુરી થાય તો પણ પુરી થઈ ન હતી. આ ટીમની ખૂબી એ છે કે હાર માન્યા વગર પરત ફરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જર્મની સામે ઝીંક ઝીલવા માટે ગોલકીપર પીઆર શ્રીજેશના ખાસ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ગોલની સામે શ્રીજેશ જેવા ખેલાડી હોવા તે સારી વાત હતી. સારી વાત એ થઈ કે અમારે શૂટઆઉટમાં ન જવું પડે. તે ભારતીય હોકીનો ધુરંધર છે. તેણે ખૂબ મહેનત કરી હતી અને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તેમણે રમત મંત્રાલય અને ભારતીય ખેલ પ્રાધિકરણના પ્રયાયોના વખાણ કર્યા હતા.