
હાલમાં China ની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા, જેમાં ચીનમાં કુલ વસતીનો સૌથી મોટો વર્ગ ઝડપથી ઘરડો થઈ રહ્યો છે. જેથી હવે ભવિષ્યની ચિંતાને નજરમાં રાખીને ચીને આ પગલું ભર્યું છે. ચીની મીડિયાના કહેવા પ્રમાણે નવી નીતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. એટલે કે દશકોથી ચાલી આવતી ટુ ચાઈલ્ડ પૉલીસીને હવે ચીન સમાપ્ત કરી રહી છે.
હાલમાં જ ચીને તેની જનસંખ્યાના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ છેલ્લા દશકામાં ચીનમાં બાળકોના જન્મ દરની સરેરાશ ખૂબ જ ઘટી ગઈ હતી. જેનું મુખ્ય કારણે ચીનની ટુ ચાઈલ્ડ પૉલીસીને દર્શાવી છે. આંકડા અનુસાર 2010-2020ની વચ્ચે ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ 0.53 ટકા હતી. જ્યારે 2000-2010ની વચ્ચે ઝડપ 0.57 ટકા હતા. એટલે કે છેલ્લા બે દશકામાં ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ ઘટી ગઈ છે. એટલું જ નહી આંકડામાં દર્શાવ્યું છે કે વર્ષ 2020માં ચીનમાં ફકત 12 મીલીયન બાળકોનો જન્મ થયો છે, જ્યારે 2016માં આ આંકડો 18 મીલીયન હતો. એટલે ચીનમાં વર્ષ 1960 પછી બાળકોનો જન્મ દરની સંખ્યા સૌથી ઓછા સ્તર પર પહોંચી ગઈ હતી.
અત્યારે ચીન દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને તેના પછી ભારતનો નંબર આવે છે. 1970ના દશકમાં વસતી વધારાને કાબુમાં લેવા માટે ચીનના કેટલા વિસ્તારોમાં વન ચાઈલ્ડ પૉલીસી લાવવામાં આવી હતી. ત્યારે કપલ એક જ બાળકને જન્મ આપી શકે તેવી મંજૂરી હતી. ત્યાર બાદ આ નિયમ દેશમાં ફેલાયો ત્યારે તેની ઉલટી અસર પડી હતી. જેથી ચીનમાં બાળકોના જન્મની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ હતી.
એક લાંબા સમય પછી 2009માં ચીનમાં વન ચાઈલ્ડ પૉલીસીમાં ફેરફાર કર્યો હતો. અને ચિન્હિત લોકોને બે બાળકોને જન્મ આપવાની આઝાદી આપી હતી. બે બાળકો ફકત એવા જ કપલ કરી શકતા હતા, જે પોતાના માબાપના એક જ સંતાન હતા. વર્ષ 2014માં આ નીતિ પુરા ચીનમાં લાગુ કરવામાં આવી હતી. હવે વર્ષ 2021માં ચીનમાં એક વાર ફરીથી નિતીમાં ફેરફાર કર્યો છે. એક કપલ ત્રણ બાળકોને જન્મ આપી શકશે.