
અત્યારે હાલ કોરોના વાયરસનું રસીકરણ ખૂબ જ ધીમુ ચાલી રહ્યું છે, જેથી ચિંતા થાય તે સ્વભાવિક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાયરસને ખતમ કરવા માટે જરૂરી છે કે 70 ટકા વસતીનું Vaccination થઈ જવું જોઈએ. કુલ્ગેના કહેવા પ્રમાણે તેમની ચિંતા એ છે કે હવે કોરોના વાયરસથી વધુ સંક્રામક વેરિએન્ટ છે. તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું કે ભારતમાં મળેલ કોરોના વાયરસ વેરિએન્ટ B. 1617 અને બ્રિટનમાં મળેલ કોરાના વાયરસનો સ્ટ્રેન B. 117 થી વધુ સંક્રામક છે. રોચક વાત એ છે કે બ્રિટનમાં મળેલ સ્ટ્રેન પોતાના અગાઉના સ્ટ્રેનથી વધુ ખતરનાક છે.


કોરોના સંક્રમણના કેસમાં ભારત બીજા સ્થાને રહ્યું છે. કોરોનાથી થયેલ મોતના કેસમાં અમેરિકા પછી બ્રાઝિલ બીજા નંબરે છે અને ભારત ત્રીજા નંબરે રહ્યું છે. ભારતમાં 3 લાખથી વધુ લોકો કોરોનામાં માર્યા ગયા છે. ડબલ્યુએચઓનું માનવું છે કે સત્તાવાર આંકડાની સામે જોઈએ કોરોના વાયરસથી ત્રણ ગણા વધુ મોત થયા છે.