
સ્કાયમેટના કહેવા પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે. જ્યારે જુલાઈમાં 277 મિમી, ઓગસ્ટમાં 258 મિમી અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની ધારણા છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. જૂનના મહિનામાં સારી શરૂઆત થશે. આ મહિને બિહાર, પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ થવાની આશા છે.
જુલાઈમાં જોવા જઈએ તો કર્ણાટક અને પશ્ચિમી રાજસ્થાનમાં થોડોક ઓછો વરસાદ થશે, જ્યારે પુરા ભારતમાં સારો વરસાદ થશે, જે વિસ્તારોમાં પાછલા વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થયો હતો, ત્યાં આ વર્ષે સારો વરસાદ થવાની ધારણા છે.
