પેટ્રોલ ડીઝલમાં સરકારની કમાણી વધી

by Investing A2Z

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીમતો 27 ફેબ્રુઆરીથી ફેરફાર વગરના રહ્યા છે. ચૂંટણીના મોહલમાં એક તરફ સરકાર માટે રાહતની વાત છે, પણ આજે લોકસભામાં સરકારે સ્વીકારે કર્યો છે કે પેટ્રોલ ડીઝલથી ખાસ્સી કમાણી થઈ રહી છે.

સરકારે લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં સ્વીકાર કર્યો હતો કે 6 મે, 2020 પછી  પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન ડયૂટી, પેટા વેરો અને વધારાનો વેરો મળીને કુલ ક્રમશઃ 33 રૂપિયા અને 32 રૂપિયાની કમણી થઈ રહી છે. જ્યારે માર્ચે 2020થી 5 મે, 2020ની વચ્ચે તેની આવક ક્રમશઃ 23 રૂપિયા અને 19 રૂપિયા પ્રતિ લિટર હતી.

સરકારે લોકસભામાં કહ્યું છે કે 1 જાન્યુઆરીથી 13 માર્ચ, 2020ની વચ્ચે સરકારને પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર ક્રમશઃ 20 રૂપિયા અને 16 રૂપિયાની કમાણી થઈ રહી હતી. આમ આ રીતે 31 ડિસેમ્બર, 2020ની સરખામણીએ જોઈએ તો સરકારને પેટ્રોલની કમાણી રૂપિયા 13 અને ડીઝલની કમાણી રૂપિયા 16 પ્રતિ લિટરે વધી છે.

વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યો છે કે દેશમાં ચાર રાજ્યોમાં અને એક કેન્દ્ર શાશિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર કેવી રીતે થઈ ગયા. જ્યારે બજાર તેની કિમતો નક્કી કરે છે. તેના પર લોકસભામાં સરકારની તરફથી ચુપકિદી સેવાઈ રહી છે. કેન્દ્રીય નાણા રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે અન્ય દેશોની સરખામણીએ દેશમાં ઈંધણની ઊંચીનીચી કિમતો કેટલાય કારણો પર નિર્ભર કરે છે. તેમાં અન્ય દેશોની સરકારો દ્વારા કરાયેલી ફરિયાદો પણ સામેલ છે. સરકાર તેનો રેકોર્ડ રાખતી નથી.

કેન્દ્રીય નાણા રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે ઈંધણ પર ઊંચા ઉત્પાદન ડયૂટીને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે લોકસભાને જાણકારી આપી હતી કે હાલમાં રાજકોષીય સ્થિતિને જોતા ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ માટે સંસાધન એકઠા કરવાના છે. તેના માટે પેટ્રોલ અને ડીઝલ પર આ રીતે ઉત્પાદન ડયૂટી નક્કી કરાઈ છે.

આ તમામ સમાચાર વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો કાચું તેલ, પેટ્રોલ, ડીઝલ, વિમાન ઈંધણ અને પ્રાકૃતિક ગેસને અત્યારે જીએસટીમાં લાવવાની કોઈ યોજના નથી.

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિમતો 27 ફેબ્રુઆરીથી ભલે ન બદલાઈ હોય પણ હાલ તે ઊંચાઊંચા સ્તર પર છે. દિલ્હીમાં પેટ્રોલની કિમત રૂપિયા 91.17 અને ડીઝલની કિમત રૂપિયા 81.47 છે. જ્યારે મુંબઈમાં તેની કિમત ક્રમશઃ રૂપિયા 97.57 અને રૂપિયા 88.60 છે. ફેબ્રુઆરીમાં દેશમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની કિમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગઈ હતી.

Related Posts

Leave a Comment