

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જોઈએ તો કુલ 76 બઠકોમાંથી ભાજપ 69 બેઠકો જીતી ગઈ છે અને 7 બેઠક કોંગ્રેસ જીતી છે.
સૂરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં કુલ 120 બેઠકમાંથી ભાજપને 93 બેઠક મળી છે, આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસ સૂરતમાં ખાતું પણ ખોલાવી શકી નથી.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 72 બેઠકોમાંથી ભાજપનો 68 બેઠક પર વિજય થયો છે અને 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે.
ભાવનગર મહાનગરપાલિકાના પરિણામ પર નજર કરીએ તો કુલ 52 બેઠકમાંથી ભાજપને 44 બેઠક મળી છે, કોંગ્રેસને 8 બેઠક મળી છે.
જામનગર મહાનગરપાલિકાના પરિણામમાં કુલ 64 બેઠકોમાંથી ભાજપને 50 બેઠકો મળી છે, અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે, તેમજ બીએસપીએ 3 બેઠકો પર જીત મેળવી છે.
તમામ છ મનપામાં ભાજપને વધુ બેઠકો મળી છે. અમદાવાદમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં છે. વડોદરા, સૂરત, ભાવનગર અને જામનગરમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં છે. રાજકોટમાં ભાજપ 15 વર્ષથી શાસનની ધુરા સંભાળે છે.

બીજુ ભાજપની જીતના કારણોની વાત કરીએ તો ભાજપની રાષ્ટ્રવાદી હિન્દુવાદી વિચારસરણી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બંધાવવાનું શરૂ થયું છે. કશ્મીરમાં કલમ 370 દૂર કરાઈ અને ત્યાં લોકશાહી ઢબે ચૂંટણી પણ યોજાશે. ક્શમીરએ ભારતનું અભિન્ન અંગ છે, ભાજપ તેના પ્રચારમાં કહેતું હતું તે મુજબ જ કશ્મીરને ભારતનું અંગ બનાવી દીધું છે. આ બે અતિમહત્વના નિર્ણયોને કારણે જનતાનો ભાજપ તરફી ઝોક વધ્યો છે.

ચોથુ ભાજપે છ મહાનગરપાલિકાની ચૂંટણીપ્રચારમાં વિકાસની જ વાત કરી અને કેન્દ્ર સરકારની યોજનાઓને પ્રજા સુધી પહોંચાડી છે. જેને કારણે સ્થાનિક સમસ્યાઓ લોકો ભુલી ગયા. અને ભાજપને જ મત આપ્યા છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ પર જ ચૂંટણી લડાતી હોય છે. છ મનપામાં અનેક સ્થાનિક લેવલના પ્રશ્નો અને સમસ્યાઓ હોવા છતાં પ્રજાએ ભાજપ પર જ પસંદગી ઉતારી છે. એટલે કહી શકાય કે સ્થાનિક ચૂંટણીમાં પણ હિન્દુવાદી અને રાષ્ટ્રવાદનો મુદ્દો વધારે હાવી રહ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પરિણામો જાહેર થઈ ગયા પછી શહેર ભાજપ કાર્યાલય ખાનપુરમાં વિજયોત્સવમાં કહ્યું હતું કે સુરતમાં આપ કેવી રીતે ઘુસી ગયું ખબર ના પડી, સોનાની થાળીમાં લોખંડનો ખીલો વાગ્યો છે, પણ તેનો રસ્તો કરીશું.
ભાજપે માઈક્રોલેવલે પ્લાનિંગ કર્યું હતું, જ્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ દયનીય રહી છે. ભાજપે ઉમેદવારોની પસંદગીના કડક વલણ અપનાવ્યું, નવા ચેહરાને સ્થાન આપ્યું હોવા છતાં ભાજપના જ નવા ઉમેદવારો જીત્યા છે. પાટીલે કહ્યું હતું કે આ મત તમને કમળ પર મળ્યા છે, યાદ રાખજો અને કામ કરજો નહી તો અમે યાદ રાખીશું. પાટીલે વધુમાં કહ્યું હતું કે અમદાવાદમાં 168 ટાર્ગેટ આપ્યો હતો, અને 159 બેઠકો આવી, પણ વસવસો રહી ગયો. આ સ્પીરીટથી પાટીલ કામ કરી રહ્યા છે.

ભાજપે ત્રણ નિયમ બનાવ્યા, જેમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહી, ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેમને ટિકિટ નહી અને પરિવારમાં કોઈને ટિકિટ નહી. ભાજપે જ્યારે આ નિયમોને અનુસરીને ટિકિટ આપી ત્યારે ભારોભાર અંસતોષ હતો. ભાજપ કાર્યાલય પર ટોળેટોળા ઉમટ્યા હતા, ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયે આવીને લોકોનો રોષ ઓછો કર્યો હતો. જો કે નવા ચહેરાને ટિકિટ મળી, સીનીયરો ભાજપથી નારાજ થયા હતા. પણ છ મહાનગરપાલિકાના શહેરીજનોએ ભાજપના નવા ચહેરાઓને મત આપ્યો હતો. નવ ચહેરા વધુ સારુ કામ કરશે, તેવી આશા સાથે પ્રજા ભાજપ સાથે જ રહી. સીનીયરોના મનમાં હતું કે ભાજપને અમારા વગર નુકસાન થશે, પણ એવું થયું નથી. ભાજપ પાર્ટી કાર્યકરો સાથે હળીમળીને કામ કરે છે અને બુથ મેનેજમેન્ટ જોરદાર કરે છે. જેનાથી તે મતોને ભાજપ તરફ વાળી શકે છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટાર્ગેટ આપીને તેને એચીવ કરવાના મુડના છે, અને છ મનપામાં ચૂંટણીમાં જીત મળ્યા પછી 2022 વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.