આજ દિન સુધીમાં 3.96 લાખ હેલ્થ વર્કરોની માહિતી એકત્ર કરાઇ
50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની માહિતી તૈયાર કરવા સૂચના
રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના
વેક્સિનના સ્ટોરેજ માટે 6 ઝોન કક્ષાએ, 41 જિલ્લા/કોર્પોરેશન કક્ષાએ વેક્સિન સ્ટોર
2,189 કોલ્ડચેઇન પોઇન્ટ ઉપલબ્ધ
કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન
રાજ્યમાં 47,796 વેક્સીનેશન બુથ તૈયાર કરી દેવાયા
જે નાગરિકોને રસી આપવાની થશે તેમને SMS દ્વારા આગોતરી જાણ કરાશે





રસીકરણના મોનીટરીંગ માટે રાજ્યકક્ષાએ મીશન ડાયરેકટર એન.એચ.એમ.ને નોડલ ઓફિસર તરીકે નીમી દેવાયા છે. જ્યારે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર નોડલ અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવના અધ્યક્ષે કાર્યક્રમની પ્રગતિનો રીવ્યુ કરાશે તથા આરોગ્ય સચિવના અધ્યક્ષમાં સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરી દેવાઇ છે. આ કમિટિ રસીકરણ અંગે સતત મોનીટરીંગ કરશે.