
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સવારે 9ના ટકોરે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર સ્થિત ઝાયડસના (Zydus) પ્લાન્ટની વિઝિટ કરી હતી. ઝાયડસના પ્લાન્ટમાં એક કલાક રોકાઈને કોરોના વેક્સિન ZyCoV-D અંગેની સંપૂર્ણ માહિતી મેળવી, વેક્સિન અંગેનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અને કીમત અંગે જાણકારી મેળવી હતી.

અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસના બાયોટેક પાર્કમાં છેલ્લા 20 વર્ષથી વિવિધ રસી બનાવવાનું અને રીચર્સનું કામકાજ ચાલે છે. કંપનીએ કોરોનાની વેક્સિન બનાવવા માટે કામ શરૂ કર્યું પછી તેને ડીસીજીઆઈ દ્વારા 16 જૂને ક્લિનિક્લ ટ્રાયલની મંજૂરી આપી હતી. આ મંજૂરી મળતાની સાથે હ્યુમન ટ્રાયલ તરફ કામ આગળ વધ્યું હતું. સેકન્ડ ફેઝમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે, અને તેમાં સફળતા મળી છે, આથી હવે કંપની થર્ડ ફેઝમાં ટ્રાયલ ડિસેમ્બરમાં શરૂ કરશે. આ સાથે કંપનીમાં 300થી વધુ વૈજ્ઞાનિકો કામમાં જોડાયેલા છે.



