
મંત્રાલયે કહ્યું છે કે હવે ભારતમાં દુનિયાભરમાં સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકો અંદાજે 19 ટકા સંખ્યા છે. તેને કારણે સંક્રમણમુક્ત થવા માટે રાષ્ટ્રીય દર મજબૂતીથી સુધરીને 79.28 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં આક્રમક રીતે તપાસ કરીને દર્દીઓને ઝડપથી ઓળખ કરીને કેન્દ્રીત, ક્રમબદ્ધ અને કારગત ઉપાયો કરીને તેને યોગ્ય રીતે દેખરેખ હેઠળ લેવાય છે અને પૂર્ણ રીતે મેડિકલ દેખભાળ કરીને આ વૈશ્વિક ઉપલબ્ધિ હાંસલ કરી છે.


