જાપાનમાં શિંજો આબેએ વડાપ્રધાન પદ પરથી હટી ગયા પછી દેશના આગામી વડાપ્રધાન યોશિદે સુગા થશે. સુગા જાપાન માટે કોઈ નવું નામ નથી. પણ તેઓ તેની પહેલા કેટલાય મહત્વના પદો પર રહી ચુક્યા છે. શિંજો આબેની સાથે તેમણે લાંબા સમય સુધી કાર્ય કરી ચુક્યા છે. આબેના કાર્યકાળમાં 71 વર્ષીય સુગા કેટલીય અતિમહત્વની જવાબદારીઓ ઉઠાવી ચુક્યા છે. પક્ષના રાજકારણથી બહુત દૂર રહ્યા હોવા સાથે તેઓ શિંજો આબેની ખૂબ નજીક રહ્યા હતા અને તેઓ આબેના લોકપ્રિય પણ રહ્યા છે. આબેના શાસનકાળમાં નીતિઓના નિર્માણ અને સંચાલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
સુગાની ખાસિયત છે કે તેઓ પક્ષના રાજકારણથી કાયમ ઉપર રહ્યા છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય સુગા પાર્ટીમાં કોઈપણ જુથમાં સામેલ ન હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની નીતિઓના સમર્થક મનાઈ રહ્યા છે. એટલા માટે આશા છે કે તેઓ આબેની નીતિઓને આગળ લઈ જશે, અને તેનો યોગ્ય અમલ કરાવશે. ખાસ કરીને અમેરિકાની સાથે જાપાનની સુરક્ષા સમજૂતિની સાથે કોરોના મહામારી સામે નિપટવા અને દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવાના પગલા લેશે.
યોશિદે સુગાની છબિ અતિલાગણીશીલ રાજનેતાના રૂપમાં રહી છે. સુગા લાંબા સમય સુધી મુખ્ય કેબિનેટ સચિવના પદ પર રહી ચુક્યા છે. એમ મનાય છે કે તેઓ આબેના ખૂબ જ નજીકના છે. આ કારણને પગલે જ વડાપ્રધાન કાર્યાલયમાં તેમનો ખાસ્સો દબદબો રહ્યો હતો. તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં પણ લોકપ્રિય રહ્યા છે. તેમના પ્રભાવને કારણે સુગા જાપાનમાં કેટલીય નીતિઓ લાગુ કરવામાં સફળ રહ્યા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન આબેના સમર્થક અને અગ્રણી સલાહકાર પણ રહ્યા છે.
વડાપ્રધાનની દોડમાં સુગાએ રાજનૈતિક કેટલાય નામને અને વિરોધીઓને હરાવ્યા છે. શિંજો આબેના ખૂબ વિરોધી અને પૂર્વ રક્ષાપ્રધાન શીરેગૂ ઈશિબા મીડિયામાં સર્વેમાં સૌથી વદઉ પસંદ થયેલા નેતા તરીકે ઉભરીને આવ્યા હતા. જો કે સત્તારૂઠ પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં તેઓ ઓછા લોકપ્રિય રહ્યા છે. વિદેશપ્રધાન ફૂમિયો કિશિદા, રક્ષાપ્રધાન તારો કોનો, મુખ્ય કેબિનેટ સચિવ યોશિદે સુદા અન આર્થિક પુનરોદ્ધાર પ્રધાન યાસુતોશીના નામ સ્થાનિક મીડિયામાં સંભવિત ઉમેદવાર અને ઉત્તરાધિકારી તરીકે ચાલતા હતા. ટોકિયોના ગવર્નર યૂરિકો કોઈકેનું નામ પણ ચર્ચામાં હતું. પણ છેલ્લા સમયે યોશિદે સુગાએ બાજી મારી લીધી છે.
યોશિદે સુગાએ જાપાની સત્તાપક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(એલડીપી)ના અધ્યક્ષની ચૂંટમી જીતી લીધી છે. એટલે કે સંસદના નીચલા સંદનમાં એલડીપીની બહુમતી છે. એટલે તેમનો વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થયો છે. બુધવારે સંસદની અંદર ઔપચારિક રીતે તેના મહોર વાગી જશે. વર્ષ 2012માં એબી શિજોની સરકારમાં ચીફ કેબિનેટ સેક્રટરી રહેલા સુગાને 534માંથી 377 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ અને પૂર્વ રક્ષાપ્રધાન શીગેરૂ ઈશિબાને 68 અને બીજા હરીફ અને પૂર્વ વિદેશ પ્રધાન ફૂમિઓ કિશિદાને 89 મત મળ્યા હતા. સુગા એબી શિજોના બાકી રહેલા કાર્યકાળ એટલે કે સપ્ટેમ્બર 2021 સુધી વડાપ્રધાન રહેશે. અત્રે નોંધનીય છે કે શિંજો આબે અંદાજે 8 વર્ષ સુધી જાપાનના વડાપ્રધાન રહ્યા. 71 વર્ષના યોશિદે સુગા ઉત્તરી જાપાનથી આવે છે, અન તેમના પિતા સ્ટ્રાબેરીની ખેતી કરે છે. યોશિદે સુગાએ ખૂબ ઓછી વિદેશ યાત્રા કરી છે. તેમની રાજકારણને લગતા કૌશલને લઈને જાણકારી ના કે બરાબર છે. નવા વડાપ્રધાન સુગાને અમેરિકાના નવા પ્રેસિડેન્ટ સાથે નવેસરથી સંબધો પ્રસ્થાપિત કરવા પડશે.
વડાપ્રધાન શિંજો આબેને વીતેલા કેટલાક મહિનાઓથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને કારણે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. શિંજો આબેને રાજનીતિ વારસામાં મળી હતી. પૂર્વ વડાપ્રધાન નોબુસુકે કિશી તેમના દાદા હતા, 52 વર્ષની વયમાં શિંજો 2006માં જાપાનના સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બન્યા હતા, એક વર્ષમાં જ તેમની તબિયત બગડતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. પણ ડિસેમ્બર 2012માં તેઓ સત્તામાં ફરીથી પાછા ફર્યા. શિંજો આબે અલ્સરેટિવ કોલાઈટિસથી પીડિત છે. પણ તેમની દવા ચાલતી હોવાથી તે નિયંત્રણમાં હતું. પણ હમણાના દિવસોમાં એક વાર ફરીથી તબિયત બગડતા તેમને સપ્તાહમાં બે વખત હોસ્પિટલ જવું પડ્યું હતું. પછી તેમણે સામે ચાલીને રાજીનામું આપી દીધું હતું.