
રશિયા આરઆઈએ ન્યૂઝ એજન્સીના રીપોર્ટ અનુસાર સ્વાસ્થ્યપ્રધાન મિખાઈલ મુરાશકોએ શનિવારે કહ્યું હતું કે રશિયા ઓકટોબરમાં કોરોના વાયરસ વિરુદ્ધ સામુહિક ટીકાકરણ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. રીપોર્ટ અનુસાર સ્વાસ્થ્યપ્રધાને ટીકા લગાવવા માટે વધુ જાણકારી આપી ન હતી. તેમણે ફકત એટલું જ કહ્યું હતું કે ડૉકટરો અને શિક્ષકોને સૌથી પહેલા કોરોના વેક્સિન લગાવવામાં આવશે.

કેટલાક દિવસો પહેલા જ રશિયાને લઈને એક વધુ મોટી જાણકારી આવી હતી. જે મુજબ રશિયાએ દુનિયાની પહેલી કોરોના વેક્સિન લાવવાની યોજના બનાવી લીધી છે. આ વચ્ચે રશિયા 10 ઓગસ્ટ સુધીમાં દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી મેળવવા માટેના પ્રયત્નોમાં જોડાઈ ગયું છે. રશિયા તેના માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે.
સોવિયત સંઘ દ્વારા દુનિયાના પહેલા ઉપગ્રહનો 1957માં પ્રક્ષેફમનો ઉલ્લેખ કર્યો ત્યારે રશિયાના સોવિરેજન વેલ્થ ફંડના પ્રમુખ કિરિલ દિમિત્રિવે કહ્યું હતું કે આ એક વિશેષ ક્ષણ છે. રશિયાનું સોવેરેજન વેલ્થ ફંડ કોરોનાની વેક્સિનની ફડીંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકીઓને આશ્રર્ય થયું હતું, જ્યારે તેમણે સ્પુતનિકના બીપિંગ અંગે સાંભળ્યું. કોરોના વેક્સિનની સાથે પણ આવું જ કંઈક થયું છે. રશિયા અહીંયા પણ પહેલા પહોંચશે.