ટૂંક સમયમાં કોરોના પર અક્સીર વેક્સિન અંગે સારા સમાચાર મળશે

by Investing A2Z

કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે વેક્સિનની શોધ દુનિયાના તમામ દેશોના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં વેક્સિન કેન્ડિડેટ્સનું ટ્રાયલ પ્રથમ તબક્કામા છે. આઈસીએમઆર-ભારત બાયોટેકની દેશી કોરોના વેક્સિન Covaxin ને ફેઝ 1 અને બીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. શરૂઆતી ડોઝ આપ્યા પછી વૉલેન્ટિઅર્સને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થઈ નથી. સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે ટ્વીટ કરીને માહિતી શેર કરી છે કે માનવ પરિક્ષણમાં ભારત બાયોટેકને સફળતા મળી છે, અને તેની સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. કદાચ ભારત કોરોનાની વેક્સિન સફળતાપૂર્વક બનાવનાર દેશ બની જશે. જો કે ઘણાબધા દેશોએ દાવો કર્યો છે, પણ હજી સુધી નક્કર પરિણામ સાથે કોઈ બહાર આવ્યું નથી. પણ કોરોના વેક્સિન અંગેના સારા સમાચાર ટૂંક સમયમાં જ આપણે મળશે.

ભારતના ગુજરાત અને તે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાએ વેક્સિન ટ્રાયલનું કામ શરૂ કર્યું છે. બીજા તબક્કામાં તાજેતરમાં જ માનવ પરિક્ષણ કરવા માટે મંજૂરી મળી ગઈ અને ઝાયડસ કેડિલાએ પરિક્ષણ શરૂ કરી દીધું છે. WHOના કહેવા પ્રમાણે દુનિયાભરમાં 130થી વધુ વેક્સિન કેન્ડિડેટ્સ છે, જેમાં 20થી વધારે એવા ક્લિનિકલ ટ્રાયલના અલગઅલગ સ્ટેજ પરથી પસાર થઈ રહ્યા છે.

ગ્લોબલ લેવલ પર જોઈએ તો ચીનની કંપની સાઈનોફાર્મની વેક્સિન માનવ પરિક્ષણના થર્ડ સ્ટેજમાં પહોચી ગઈ છે. તેમનો દાવો છે કે તેઓ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરનારી દુનિયામાં પહેલી કોવિડ-19 વેક્સિન છે.

બીજી તરફ મલેશિયામાં માનવ પર ટેસ્ટ કરીને કોરોના વેક્સિનને શરૂઆતના તબક્કામાં ખૂબ જ  સારુ પરિણામ મળ્યું છે. વેક્સિન દરેક વૉલેન્ટિર્યસની ઈમ્યૂન સીસ્ટમને ટ્રિગર કરવામાં સફળ રહી છે. રિચર્સ કરનારના કહેવા પ્રામણે વેક્સિનની કોઈ ખાસ સાઈડ ઈફેક્ટસ પણ જોવા મળી નથી. મલેશિયાઈ સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ પર કહ્યું છે કે હજી વધુ અભ્યાસની જરૂર છે.

રશિયાની દવા કંપનીએ બ્રિટિશ કોરોના વેક્સિન બનાવવાનો સોદો કર્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન મૉસ્કોની આર-ફાર્મમાં બનશે. કંપનીએ એસ્ટ્રાઝેનેકાએ તે કરાર કર્યો છે. આ ડીલ એવા સમયે થઈ હતી કે જ્યારે બ્રિટન, અમેરિકા અને કેનેડાએ રશિયા હેકર્સ પર વેક્સિન ટ્રાયલને ચોરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આઈસીએમઆર- ભારત બાયોટેકની Covaxin એક ઈનએક્ટિવેટેડ વેક્સિન છે. જે કોરોના વાયરસના પાર્ટિકલ્સથી બનેલી છે, કે જેને મારી નાંખ્યા હતા, જેથી તે ઈન્ફેક્ટ ન કરી શકે. તેના ડૉઝથી શરીરમાં વાયરસની વિરુદ્ધ એન્ટીબોડીઝ બને છે. ઝાયડસ કેડિલાની ZyCov પ્લાઝિમ્ડ ડીએનએ છે, જે વેક્સિન ખરેખર એક તરફના ડીએનએ અણુ હોય છે. જેનાથી એન્ટીજન કોડ કરી શકાય છે. તેનો ડીએનએ સીકવન્સ વાયરસને મેચ કરશે તો શરીર તેની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનાવવા લાગી જશે.

ભારતમાં કોરોના વેક્સિનની સાથે સંકળાયેલ તમામ રિસર્ચ યોગ્ય રીતે થાય તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને તેની 16 રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કામ કરી રહી છે. ક્લિનિકલ અને વાયરસ સેમ્પલ્સને એક્સેસ કરવા માટે બાયોરિપોઝિટરીઝ પુરી ક્ષમતા સાથે કામ કરે છે. કોરોના પોઝિટિવ દર્દીઓની એક પેનલ પણ બનાવી છે. જે કિટ્સને વૈલિટેડ કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત એનિમલ મૉડલ્સ, વાયરલ સ્પાઈક પ્રોટીન્સ, રિસેપ્ટર બાઈન્ડિંગ પેપ્ટાઈલ્સ, સ્યૂડોવાયરસ, એન્ટીબોડીઝ પર રિસર્ચ ચાલી રહ્યું છે. ડીબીટી ફરીદાબાદમાં એન્ટીવાયરલ, થિકપોટિક્સ અને વેક્સિનન્સ માટે હૈમ્સટર ઈન્ફેક્શન મોલ બનાવ્યું છે.

યુએઈમાં કોવિડ-19ની ઈનએક્વિટેડ વેક્સિનનો ફેઝ-3 ટ્રાયલ શરૂ થયો છે. ચીનની બનાવેલી વેક્સિનની અબુધાબીમાં 15,000 રજિસ્ટર્ડ વૉલિન્ટિઅર્સને પહેલો ડોઝ આપવમાં આવ્યો છે. આ ક્લિનિકલ ટ્રાયલને ખૂબ જ કડક નિયમનો આધિન કરાઈ રહ્યા છે. ચીની કંપનીનો દાવો છે કે 28 દિવસની અંદર આ વેક્સિનનો ડોઝ 100 ટકા લોકોમાં એન્ટીબોડીઝ ડેવલપ કરે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી ઉપરાંત લંડનમાં ઈમ્પીરિયલ કૉલેજની વેક્સિન માનવ પરિક્ષણ પરના બીજા તબક્કામાં પહોચી ગઈ છે. વૈજ્ઞાનિકનો દાવો છે કે પહેલા તબક્કામાં વેક્સિને વધુ અસરકારકતા બતાવી છે અને હજી સુધી કોઈ સાઈડ ઈફેક્ટ બતાવી નથી. ટ્રાયલના બીજા તબક્કામાં 18થી 75 વર્ષની ઉમરના 105 લોકોને વેક્સિનનો ખોરાક અપાશે. તેના ચાર સપ્તાહ પછી તમામને બૂસ્ટર ડોઢ ઇપાશે. ત્રીજો ટ્રાયલ નવેમ્બરમાં 6000 લોકોને પર કરવાની યોજના છે. દુનિયામાં જે વેક્સિન પરનો ટેસ્ટ ચાલી રહ્યો છે, તેમાં સૌથી વધુ નબળો વાયરસનું પરિવર્તિત રૂપ છે. જ્યારે ઈમ્પીરિયલ કૉલેજની વેક્સિન જેનેટિક કોડના સેન્થેટિક સ્ટ્રૈંડના ઉપયોગ કરીને વાયરસની અસરને સમાપ્ત કરશે. આ વેક્સિન માંસપેશીઓમાં ઈન્જેક્ટ થયા પછી સ્પાઈક પ્રોટિનને બનાવવામાં સહાય કરે છે.

યુરોપિયન યુનિયન અને સનોફીની વચ્ચે કોરોના વેક્સિનને લઈને સોદાબાજી ચાલી રહી છે. 2021ના બીજા છ મહિનામાં 300 મિલિયન ડોઝ માટે વાતચીત થઈ રહી છે. યુરોપિયન યુનિયનના સનોફી ઉપરાંત મોડર્ના, જોનસન એન્ડ જોનસન, ક્યોરવૈક, બાયોએનટેક જેવી કંપનીઓ પાસેથી એડવાન્સમાં વેક્સિન ખરીદવા પર ચર્ચા કરી છે.

 

Related Posts

Leave a Comment