
કાનપુર પશ્ચિમના એસપી અનિલ કુમારનું કહેવું છે કે વિકાસ દુબેને જ્યારે કાનપુર લવાઈ રહ્યો હતો, ત્યારે ભારે વરસાદ હતો, અને કારની સ્પીડ પણ હતી, જેથી કાર પલટી ખાઈ ગઈ, કાનપુરથી બે કિલોમીટર પહેલા આ ઘટના ઘટી હતી. તેમાં જે પોલીસકર્મી ઘાયલ થયા હતા, તેમની પિસ્તોલ છીનવીને વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને ચારેતરફથી ઘેરી લીધો હતો, અને તેને આત્મસમર્પણ કરવા કહ્યું, પણ તેને સામે ફાયરિંગ કર્યું. આત્મસુરક્ષામાં પોલીસના ફાયરિંગ કર્યું હતું. ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબેનું મોત થયું હતું. આઈજી કાનપુર રેન્જે જણાવ્યું હતું કે પોલીસ સાથેની અથડામણમાં 2 ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
- 9 જુલાઈને ગુરુવારના રોજ સવારે 9.30 વાગ્યે વિકાસ દુબેની મધ્યપ્રદેશ પોલીસે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ઘરપકડ કરી હતી, જો કે કેટલાક મીડિયાએ દાવો કર્યો હતો કે વિકાસે સરન્ડર કર્યું હતું. જાણકારી મુજ વિકાસને મંદિરના ગાર્ડે ઓળખી લીધો હતો, જે પછી તેણે પોલીસને તેની સૂચના આપી હતી અને વિકાસની ઘરપકડ કરવામાં આવી હતી.
- વિકાસની ઘરપકડ કરાયા પછી તેને મહાકાલ પોલીસ સ્ટેશન લઈ જવાયો. જ્યાં તેની સતત 8 કલાક પુછપરછ કરાઈ, રીપોર્ટ અનુસાર વિકાસની પુછપરછ દરમિયાન ગુનાની કબુલાત કરી હતી. વિકાસે કબુલ્યું હતું કે તેણે શુટઆઉટમાં માર્યા ગયેલા સીઓ દેવેન્દ્ર મિશ્રાને તે નફરત કરતો હતો. તેણે વધુમાં કબુલ્યું હતું કે દેવેન્દ્ર મિશ્રાની તમામ ગતિવિધિની જાણકારી પોલીસના લોકો દ્વારા મળતી હતી.
- ઉજ્જૈનમાં વિકાસ દુબે પર કોઈ જ કેસ ન હોવાને કારણે અને કાનપુર એસએસપીના આગ્રહથી તેણે સાંજે યુપી પોલીસની એસટીએફની ટીમને હવાલે કર્યો હતો. જે ટીમ સાંજે પહોંચી હતી.
- કાનપુરમાં યુપી પોલીસે ગુરુવાર રાતે તેની પત્ની રિચા અને તેના દીકરાને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તેની પત્ની રિચાની મોડીરાત સુધી પુછપરછ કરી હતી.
- એસટીએફની ટીમ એક મોટા કાફલા સાથે વિકાસને રોડ માર્ગેથી લઈને ઉજ્જૈનથી કાનપુર લઈને રવાના થયા હતા
- 10 જુલાઈને શુક્રવારે સવારે સાડા છ વાગ્યે વિકાસ દુબેને લઈને આવી રહેલી એસટીએફની ટીમે કાનપુર સીમામાં પ્રવેશ કર્યો હતો, જાણકારી અનુસાર તેને કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જઈને તેની પુછપરછ કરવાની હતી. અને પછી તેને 10 વાગ્યે કોર્ટે સમક્ષ રજૂ કરવાનો હતો.
- કાનપુરથી 2 કિલોમીટર પહેલા વિકાસ દુબેને લઈને આવી રહેલી એસટીએફની ગાડી પલટી ગઈ, જાણકારી અનુસાર ભારે વરસાદને કારણે સવારે 7.25 આસપાસ એસટીએફની ગાડી પલટી ગઈ હતી.
- તેનો ફાયદો ઉઠાવીને વિકાસ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી.
- ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લવાયો હતો, જ્યા અંદાજે 7.45 વાગ્યે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું મોત થયું હતું.
પોલીસે સત્તાવાર રીતે જણાવ્યું હતું, કે જે ગાડીમાં વિકાસ દુબે બેઠો હતો તેની સામે ભેંસોનું એક ટોળું આવ્યું હતું. જેનાથી ડ્રાઈવરે બચવા માટે ગાડીને વાળી હતી, ત્યારે તે નિયંત્રણ ખોઈ બેઠી અને પલટી ગઈ હતી. આ દરમિયાન પોલીસકર્મી થાકેલા હતા. વિકાસે મોકો જોઈને પોલીસકર્મી પાસેથી હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી, તેને રોકવા માટે પોલીસ પર ગોળી ચલાવી હતી. તેનાથી બચવા માટે પોલીસે ક્રોસ ફાયરિંગ કર્યું અને તેમાં વિકાસ માર્યો ગયો હતો.

યુપી પોલીસે હાઈએલર્ટ જાહેર કર્યું હતું. તેમ છતાં તેની કારનું કોઈ ચેકિંગ થયું ન હતું. 7 જુલાઈએ તેના ફરીદાબાદ ગયો તે વખતાં વિડીયો ફુટેજ વાયરલ થયા પછી તેને એમ લાગ્યું કે પકડાઈ જશે. ત્યારે તે નોઈડા ગયો હતો અને એક વકીલ સાથે મુલાકાત કરી હતી. વકીલે તેને કોર્ટમાં સરન્ડર કરવાની અરજી કરવા માટે રૂપિયા 50,000 માગ્યા હતા. પણ તેની પાસે રોકડ રકમ નહોતી. તેટલા માટે તેણે તેના ઓળખીતાને ફોન કરીને ઑનલાઈન ફીની ચુકવણી કરવા કહ્યું હતું, ત્યાર પછી તે નોઈડાથી ફરીદાબાદ આવી ગયો હતો. ત્યાર પછી નોઈડાનો એક વિડીયો ફૂટેજ વાયરલ થયો હતો. તમામ જગ્યાએ નાકાબંધી હતી, તેમ છતાં પોલીસ તેને પકડી શકી ન હતી.

વિકાસ દુબેનું મોત થયું તેનાથી કોઈએ દુખી થવાની કે કાગારોળ મચાવવાની જરૂર નથી, તેણે 8 પોલીસની હત્યા કરી હતી, 8 પોલીસના પરિવારનો કમાનારો જતો રહ્યો છે. કોઈનો પતિ, કોઈના પિતા, કોઈનો લાડકો દીકરો હશે? એટલે કે ગંભીર ગુનો તેના માથે હતો, તેને સજા તો થવી જ જોઈએ. કોર્ટ સજા કરે તે પહેલા પોલીસે ઈન્સ્ટન્ટ સજા આપી દીધી છે.

