
ભારત સરકારે એપ્રિલમાં અમેરિકામાં વિદેશી મિશન દ્વારા 1000થી વધુ કંપનીઓનો સંપર્ક કર્યો હતો, અને ભારતમાં મેન્યુફેકચરિંગ યુનિટ લાવવા માટે કેટલાય પ્રોત્સાહક ઓફરો કરી છે. એક રીપોર્ટ છે કે ભારતની પ્રાથમિકતા મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવનારી કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ, ટેક્સટાઈલ કંપનીઓ લેધર અને ઓટો પાર્ટ્સ બનાવનારી કંપનીઓ છે. હાલમાં જ ભારતે 550 ઉત્પાદક કંપનીઓને ભારતમાં શીફટ કરવા માટે વાતચીત કરી રહી છે.

ભારતને એવી આશા છે કે તેઓ ચીનથી ખાસ કરીને હેલ્થકેર પ્રોડક્ટસ અને ડિવાઈસીઝ બનાવતી અમેરિકી કંપનીઓને ભારતમાં લાવવામાં સફળ થશે. અને તે માટે મેડટ્રોનિક પીએલસી અને એબોટ લેબોરેટરીને ચીનથી ભારત લાવવા માટેની વાતચીત ચાલી રહી છે. મેડટ્રોનિક અને એબોટ પહેલેથી જ ભારતમાં ઉપસ્થિત છે, માટે તેને ચીનથી તેની મશીનરી ભારતમાં લાવવા માટે કોઈ બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહી. ચીન છોડનારી કંપનીઓને આકર્ષવા માટે ભારત યુરોપીય દેશ લક્ઝમબર્ગથી લગભગ બમણા આકારનો લેન્ડ પુલ વિકસિત કરી રહ્યું છે. તેના માટે દેશભરમાં 4,61,589 હેકટર જમીનને નક્કી કરાઈ રાખી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં 1,15,131 હેકટર જમીન ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ છે. વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે લક્ઝમબર્ગ કુલ 2,43,000 હેકટરમાં ફેલાયેલું છે.

ભારત સરકાર દેશમાં મેન્યુફેકચરિંગ વધારવા માટે ગત બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. નવી ફેકટરી નાખનાર માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 17 ટકા કર્યો છે, જે દક્ષિણ પૂર્વ એશિયાના દેશામાં સૌથી ઓછો છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને દેશભરમાં જીએસટી લાગુ હોવાથી મેન્યુફેકચરિંગ સેકટરમાં ખુબ મોટુ રોકાણ આવી શકે છે.

બીજી તરફ કોરોના વાયરસનો ખતરો ટળી જશે પછી ભારત સરકાર નવું આર્થિક પેકેજ જાહેર કરીને વિદેશી રોકાણને આકર્ષવા માટે નવી રાહતો આપશે. જેથી કોરોનાથી થયેલ નુકસાનને ભરપાઈ કરી શકાય. તેમજ જીડીપી ગ્રોથ જે રીતે ઘટ્યો છે, તે ગ્રોથને ઉપર લઈ જવા માટે વિદેશી રોકાણ આકર્ષવું ખુબ જ જરૂરી થઈ પડશે અને આ તકને ભારત 100 ટકા નહી જવા દે.