



ક્રિપ્ટોકરન્સી કોને કહેવાય ?
ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી, તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે થઈને તેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. બિટકોઈનને વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી કહેવાય છે, જેને જમા કરવા પર તેને માઈનિંગ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે, જેમકે ડૉલર… યૂરો અને રૂપિયા… વિગેરે

બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે, તેની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાના દેશોની કરન્સીની સામે ક્રિપ્ટોકરન્સીને બેંક અથવા એક કન્સોર્શમ જેવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પ્રોડ્યુસ નથી કરતી. બિટકોઈન માઈનિંગ રિગ્સ કહેવાતી કમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે અને એ કમ્પ્યુટર આ વર્ચ્યુઅલ કરન્સીને હાંસલ કરવા માટે ગણિત જેવી જટિલ સમસ્યાઓને હલ કરે છે. એક લેજર તમામ ટ્રાન્ઝક્શનનો રેકોર્ડ રાખે છે. એક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ રિગ દરેક સમયે કામ કરે છે. તેનું પર્ફોમન્સ હાઈ એન્ડ ગ્રાફિક કાર્ડ અને તેનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર રહે છે. માઈનિંગ રિંગની સરેરાશ 3 લાખ રૂપિયા હોય છે. ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મોટી કમ્પ્યુટિંગ તાકાત રાખનારી મશીનો ખુબ મોટા ઑનલાઈન વેન્ડર્સની સાથે લોકો રોકાણ કરે છે.
