
સુલેમાની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી ગણાતા હતા. તેમણે કેટલીય વખત અમેરિકાને ચેતવણી આપી હતી. બગદાદમાં અમેરિકી દુતાવાસ પર હૂમલા પછી ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી, કે ઈરાને આ નુકસાન ભોગવવું જ પડશે. ટ્રમ્પની આ ધમકી પછી અમેરિકાએ બગદાદના એરપોર્ટ પર ડ્રોનથી એરસ્ટ્રાઈક કરી હતી.

ડોઝિયરનો દાવો હતો કે 2003માં ઈરાકમાં અમેરિકા તરફથી સદ્દામ હુસૈનના શાસનને ઉખાડીને ફેંકી દીધા પછી કુર્દ દળોએ તેહરાન સાથે જોડાયેલાઓને પ્રશિક્ષણ, ધન અને હથિયારો આપ્યા હતા. સુલેમાનીએ પોપ્યુલર મોબલાઈઝેશન યુનિટસ્ નામનું એક અર્ધસૈનિક દળને પ્રશિક્ષિત કર્યું હતું. જેણે આઈએસને હરાવવામાં મદદ કરી હતી. 2016માં મોટાભાગના પ્રતિબંધો હટાવ્યા પછી જ્યારે ઈરાને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે એટમીક કાર્યક્રમને લઈને સમજૂતી કરી હતી, ત્યારે સુલેમાનીનો પ્રભાવ ખુબ ઝડપથી વધ્યો હતો. અને સુલેમાનીને ઈરાનમાં બીજા નંબરના તાકાતવર ગણાતા હતા, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ઈરાન સાથેની સમજૂતિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે પછી બન્ને દેશોની વચ્ચે તંગદિલી વધી ગઈ હતી.

ગુપ્તચર સમાચાર એજન્સીઓનો દાવો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે સુલેમાનીનો મારી નાંખવા આદેશ એટલા માટે આપ્યો હતો કે સુલેમાની અમેરિકી ડિપ્લોમેટ્સ પર હૂમલો કરવાની ફિરાકમાં હતો. પણ ટ્રમ્પે સત્તાવાર નિવેદન આપીને કહ્યું હતું કે સુલેમાની અમેરિકી રાજનાયિકો અને સૈન્ય અધિકારીઓ પર હૂમલો કરવા જઈ રહ્યો હતો, પણ અમે તેને વચ્ચે જ પકડી લીધો અને તેનો ખાત્મો બોલાવી દીધો છે.
ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવથી પુરી દુનિયા ચિંતામાં પડી ગઈ છે. ખાડીમાં શાંતિ અને સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. ભારતે ઈરાન વિરુદ્ધ કરાયેલી અમેરિકાની કાર્યવાહીમાં બન્ને દેશોને સંયમ વર્તવાની સલાહ આપી છે.


ટૂંકમાં અમેરિકાએ ઈરાન પર હૂમલો કરીને ઉતાવળીયું પગલું ભર્યું છે. ખાડી દેશોની અશાંતિ વિશ્વના દેશોને ચિંતામાં નાંખી દીધા છે. અને તેમાંય ભારત માટે ઉજાગરા કરવાનો સમય આવી ગયો છે. એકતરફ ભારતમાં ઈકોનોમીની મંદી ચાલી રહી છે. મોંઘવારી વધી રહી છે, કરવેરાની આવકનું કલેક્શન ઘટ્યું છે, ત્યારે હવે ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલડીઝલના ભાવમાં વધુ વધશે તો મોંઘવારી વધુ માઝા મુકશે. ભારતની ઈકોનોમીના બેલેન્સતુલા ડામાડોળ થવાની પુરી શકયતા છે.