
મોદી સરકારે બન્ને કાર્યકાળમાં સરકારી બેંકોનું મર્જર કરીને કઈ રીતે આ સમસ્યાનો હલ શોધવાનો પ્રયત્ન કર્યો છે તે સમજવા સાથે આપણે જોઈશું કે બેંકોના વિલિનીકરણથી કોને કેટલો ફાયદો થશે.

મર્જર-1
પંજાબ નેશનલ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા( બીજી સૌથી મોટી બેંક- જેનો બિઝનેસ રૂપિયા 17.95 લાખ કરોડ)
મર્જર-2
કેનેરા બેંક અને સિન્ડીકેટ બેંક ( ચોથી સૌથી મોટી બેંક- જેનો બિઝનેસ રૂપિયા 15.20 લાખ કરોડ)
મર્જર-3
યુનિયન બેંક, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક ( પાંચમી સૌથી મોટી બેંક-જેનો બિઝનેસ રૂપિયા 14.6 લાખ કરોડ)
મર્જર-4
ઈન્ડિયન બેંક અને અલાહાબાદ બેંક ( સાતમી સૌથી મોટી બેંક-જેનો કુલ બિઝનેસ રૂપિયા 8.08 લાખ કરોડ)

સરકારી બેંકો પર સરકારની સીધી દેખરેખને કારણે જ લોનની રીકવરીમાં ખાસ્સો સુધારો થયો છે. 18 બેંકોમાંથી 14 બેંકો નફામાં આવી છે. સરકારી બેંકોના વિલિનીકરણ પછી દેશમાં બેંકોની સંખ્યા 27 પરથી ઘટીને 12 બેંક થઈ જશે. સરકારી બેંક ચીફ રિસ્ક અધિકારીની નિમણૂક કરશે, જેથી બેંકોના લોન રિસ્ક પર સીધી નજર રહી શકે.
કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે બેંકોના વિલિનીકરણથી સરકારી કર્મચારીઓની છટણી નહી થાય, અને બેંકોના વિલિનીકરણથી બેંકના કર્મચારીઓને લાભ થશે. બેંકો મજબૂત થશે તો કર્મચારીઓને પણ ફાયદો થશે.

નાણાંપ્રધાને જ્યારે 10 બેંકોના મર્જરની જાહેરાત કરી ત્યારે બેંકોમાં રૂપિયા 55,250 કરોડની મૂડી નાંખવાની જાહેરાત કરી હતી, જેથી આ તમામ બેંકોને રાહતરૂપે મૂડી મળી. આ બેંકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને તે વધુ સારી લિક્વિડિટી હોય તો બેંકો વધુ સારો બિઝનેસ મેળવી શકે.

બેંકોના વિલિનીકરણથી સરકારને ચોક્કસ ફાયદો થશે. સરકારનું સ્વપ્ન છે કે 5 ટ્રીલિયન ડૉલરની ઈકોનોમી બનાવવી, તેમાં બેંકોની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેવાની છે. જેથી સરકાર સરકારી બેંકોને વધુ મજબૂત કરી રહી છે. બેંકો મજબૂત હશે, અને નાણાં ફરતાં થશે એટલે કે લિક્વિડિટી વધશે તો બેંકો વધુ સારો નફાવાળો બિઝનેસ કરી શકશે. સરકારને તેનાથી લાંબાગાળે વધુ લાભ થશે. બેંકોમાં નવી એનપીએ સર્જાય નહી તે જોવાની જવાબદારી સરકાર અને આરબીઆઈની રહેશે, અને તેમણે જ જવાબદારી ફિક્સ કરવી પડશે.
1 comment
Excellent analysis.