અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં કડાકો બોલી ગયો હતો. સાથે વીતેલા સપ્તાહે ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ 24 કેરેટ સોનામાં દસ ગ્રામે(Gold Rate Today) રૂ.6500નો કડાકો બોલી ગયો હતો અને અમદાવાદ ચાંદી ચોરસામાં(Silver Rate Today) એક કિલોએ રૂ.19,000નો કડાકો બોલી ગયો હતો.((Gold Prices Today_ સોનાચાંદીમાં કડાકા પાછળ કયા કારણો રહ્યા હતા? સોનાચાંદીમાં નીચા મથાળે નવી ખરીદી પણ આવી હતી, તે સાથે નવી લેવાલી આવવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Gold Silver Market) કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે?
જૂઓ વીડિયો….
ચાંદીમાં 19,000નો કડાકો
અમદાવાદ સોના ચાંદી બજાર(ચોકસી મહાજન)માં સપ્તાહ દરમિયાન(Gold Silver Market) 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 6500 તૂટી ભાવ રૂપિયા 138,500 બોલાયો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 19,000 ઘટી ભાવ રૂ. 2,33,000 રહ્યો હતો. એમસીએક્સમાં ગોલ્ડ રૂ.1,35,752 રહ્યું હતું અને એમસીએક્સમાં સિલ્વર રૂ.2,36,599 રહી હતી.
207 ડૉલરનો કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4581 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં તૂટી 4300 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4345 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 207 ડૉલરનો કડાકો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડમાં 202 ડૉલરનું ગાબડુ
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4550 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી આવતાં ઘટી 4274 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4330 ડૉલર બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 202 ડૉલરનું ગાબડુ દર્શાવે છે.
સિલ્વર 82.67 ડૉલર ઓલ ટાઈમ હાઈ
સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધુ વધી 82.67 ઑલ ટાઈમ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું. જે મથાળે જંગી નફારૂપી વેચવાલી આવી હતી, અને ભાવ તૂટી 69.65 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 71.30 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા બંધની સામે 5.89 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં 6.50 ડૉલરનું ગાબડુ
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 83.64 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 70.06 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 72.66 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા બંધભાવની સરખામણીએ 6.50 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
પાતળા વોલ્યુમે તોફાની વધઘટ
વીતેલા સપ્તાહે ક્રિસમસ હોલીડે હોવાથી ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) ટ્રેડિંગ વોલ્યુમ ખૂબ જ ઓછું હતું. પાતળા વોલ્યુમે સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ નોંધાઈ હતી. ચાંદીમાં ફ્યુચરના ભાવ કરતાં સ્પોટના ભાવમાં 1.30 ડૉલરનું પ્રમિયિમ ચાલતું હતું.
માદુરાની ઘરપકડ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર સ્ટ્રાઈક કરીને પ્રેસિડન્ટ નિકોલસ માદુરા અને તેમની પત્નીને પકડીને અમેરિકામાં લાવવામાં આવ્યા છે. યુએસના આ પગલાની ખૂૂબ ટીકા થઈ રહી છે. જો કે તેની બજાર પર શું અસર થાય તેના પર નજર રહેશે.
યુએસ ઈરાન વચ્ચે તંગદિલી વધી
બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પણ તંગદિલી વધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાની પ્રદર્શનકારીઓ પર હૂમલો ન કરવા કહ્યું છે. અને જો ઈરાની પ્રદર્શનકારીઓ પર હૂમલા કરશે તો અમેરિકા પ્રદર્શનકારીઓને સાથ આપશે. આ સમાચાર પછી ઈરાનની કરન્સી રીયાલ સૌથી નીચા સ્તર પર આવી ગયો હતો અને ઈરાનમાં આર્થિક સંકટ વધુ ઘેરાયું છે. આ ન્યૂઝ પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ઘટયા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો.
Top Trending News
Stock Market India: નિફ્ટી, બેંક નિફ્ટી, મીડકેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, શું નવી તેજી આગળ વધશે?
ફેડ રેટ કટ
2026ના નવા વર્ષમાં ફેડરલ રીઝર્વ બે વખત ફેડ રેટમાં ઘટાડો કરશે, તેવી ધારણા છે. તેમજ ટ્રમ્પ જાન્યુઆરીમાં ફેડરલ રીઝર્વના નવા ચેરમેનનું નામ જાહેર કરશે. જો કે નવા ચેરમને આવશે તે ટ્રમ્પ તરફી હશે અને જેઓ ફેડ રેટ કટના સમર્થક હશે.
2026નું આઉટલુક
નવા વર્ષ 2026 માટે અનેક વિદેશી ફંડો, કોમોડિટી એનાલિસ્ટો અને બેંકોએ આગાહી કરી છે. (Gold Silver Market)ઓનએવરેજ ગોલ્ડનો ભાવ 4800થી 5000 ડૉલર થવાનો અંદાજ રજૂ કર્યો છે. તેમજ સિલ્વર 90 ડૉલરથી 100 ડૉલર થવાની ધારણા રજૂ કરી છે.
આગામી સપ્તાહે ભાવ ઘટશે
આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે. ટેકનિકલી માર્કેટ વીક થયું છે. ગોલ્ડમાં 4584 ડૉલર પ્રથમ રેઝિસ્ટન્સ રહેશે. તેમજ બીજુ રેઝિસ્ટન્સ 4414 ડૉલરનું રહેશે. નીચામાં 4300 ડૉલરએ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે. તેમજ સિલ્વરમાં 75 ડૉલરએ રેઝિસ્ટન્સ લેવલે રહેશે અને 67.50 ડૉલર સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે.