ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 5 કલાકે પાણીની સપાટી 137.32 મીટર, મહત્તમ સપાટી 138.68 મીટર પાણીની આવક 12,90,689 ક્યુસેક છે. સાંજે 5 કલાકે 23 દરવાજા 560 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના 10 દરવાજા બપોરે 12 કલાકે 1.40 મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 1,45,000 પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. બપોરે 1 વાગ્યે ડેમની પાણીની સપાટી 136.36 મીટર થઇ છે. પાણીની આવક 9,16,895 ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 8,11,340 ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક 1,42,166 ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં 25 સે.મી.નો વધારો જોવા મળી રહ્યો છે.


