નવી દિલ્હી– 01 November 2025 દેશભરમાં પહેલી નવેમ્બર, 2025થી કેટલાક નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફાર આમ આદમીના ખિસ્સા પર અસર પાડી શકે છે.(Aadhaar Update Online) આ ફેરફારો આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડથી(Credit Cards) માંડીને એલપીજી(LPG) સુધીના નિયમોમાં લાગુ પડશે. તો આવો જાણીએ કે પહેલી નવેમ્બરથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
આધાર અપડેટના નિયમોમાં ફેરફાર
આધાર કાર્ડ અપડેટ સાથે જોડાયેલી પ્રક્રિયાને UIDAI એ વધુ સરળ બનાવી દીધી છે. હવે આપને નામ, સરનામું, જન્મતારીખ અથવા મોબાઈલ નંબર જેવી જાણકારી અપડેટ કરવા માટે આધાર કાર્ડ કેન્દ્ર સુધી જવાની જરૂરિયાત રહેશે નહી. તમે હવે 01 November 2025 થી ઑનલાઈન જ સુધારા કરી શકશો.(Aadhaar Update Online) તેમજ તમારે માત્ર તમારી બાયોમેટ્રીક વિગતો જ અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર જવાની જરૂર રહેશે.
ઓટોમેટિક વેરીફાઈ
UIDAI તમારી જાણકારી રેશન કાર્ડ, મનરેગા, પાન કાર્ડ, પાસપોર્ટ અને સ્કૂલના રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝને ઓટોમેટિક રીતે વેરીફાઈ કરશે. તેનો અર્થ એવો છે કે હવે દસ્તાવેજ અપલોડ કરવાની ઝંઝટ સમાપ્ત થઈ જશે.
બેકિંગ નિયમોમાં ફેરફાર
પહેલી નવેમ્બરથી(01 November 2025) બેંકિંગ સીસ્ટમમાં(Banking System) પણ ફેરફાર લાગુ થઈ રહ્યો છે. ગ્રાહકો હવે પોતાના બેંક એકાઉન્ટ, લોકર અને સેફ કસ્ટડી માટે એક નહી પણ ચાર નોમિની બનાવી શકશે. ગ્રાહક એ પણ નક્કી કરી શકશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો આપી શકાય.
એલપીજી, સીએનજી અને પીએનજીની કીમતો
એલપીજી(LPG), સીએનજી(CNG) અને પીએનજી(PNG)ની કીમતોની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે થાય છે. દર મહિનાની જેમ 1 નવેમ્બરે તેની સમીક્ષા થશે.(01 November 2025) આંતરરાષ્ટ્રીય બજારમાં કીમતોના આધાર પર તેલ કંપનીઓ આ દરોમાં ફેરફાર કરે છે. આ વખતે ગેસની કીમતોમાં વધારો થવાની અથવા તો ઘટાડો થવાની સંભાવના છે.
ક્રેડિટ કાર્ડ ચાર્જિસ
અનસિક્યોર્ડ કાર્ડ પર પહેલી નવેમ્બરથી 3.75 ટકા ચાર્જ લાગુ થશે.(Credit Cards) જો તમે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા સ્કૂલ કે કોલેજની ફી ભરો છો તે તેના પર વધારાનો એક ટકા ચાર્જ લાગશે. જો તમે સ્કુલની સત્તાવાર વેબસાઈટ અથવા તેના પીઓએસ મશીન દ્વારા ચૂકવણી કરો છો તો કોઈ ચાર્જ નહી લાગે. પણ સાથે 1000 રૂપિયાથી વધારે વૉલેટ લોડ કરવા પર 1 ટકા ચાર્જ અને કાર્ડથી ચેક પેમેન્ટ કરવા પર 200 રૂપિયા ચાર્જ આપવો પડશે.
Top Trending News
મ્યુચ્યુઅલ ફંડના રોકાણના નિયમો
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI))એ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ સાથે જોડાયેલ નવા નિયમો લાગુ કર્યા છે. (Mutual Funds) જો હવે કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની(AMC)ના અધિકારી, કર્મચારી અથવા તેમના પરિવારના સભ્ય રૂપિયા 15 લાખથી વધારેની લેવડદેવડ કરે છે તો કંપનીને એ જાણકારી પોતાના કોમ્પ્લાયન્સ ઓફિસરને આપવી પડશે.